રાજકોટ તા. ર૪
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કુવાડવાનાં સણોસરા ગામે રહેતી ૧૬ વર્ષની મુસ્લીમ સગીરાને ગામનાં જ રીક્ષાચાલક સંજય વિનુભાઈ કોળીએ સણોસરા ગામે રહેતા રઘુભાઈનાં મકાનમાં શરીર સંબંધ બાંધીહવસનો શિકાર બનાવી હતી અને બાદમાં સગીરાને પ્રેમસંબંધમાં ફસાવી લગ્નનાં વાયદાઓ કરી અપહરણ કરી સંજય ભગાડી ગયો છે.
આ બનાવની સગીરાના પિતાને જાણ થતા તેઓએ સગીરા વયની પુત્રીની શોધખોળ આદરી હતી. પરંતુ કયાંય જાળ મળી નહોતી. સગીરાના પિતાએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સંજય કોળી સણોસરા ગામનો જ વતની છે તેમજ પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્નનાં વાયદાઓ આવ્યા હતા. આ અંગે કુવાડવા પોલીસ મથકમાં પીઆઈ એમ.સી.વાળા, રાઈટર હિતેષભાઈ ગઢવીએ આરોપી સંજય કોળી સામે કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨), ૩૭૬(૩) હેઠળ નોંધી તપાસ આદરી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યયું હતું કે, આરોપી સંજય કોળી રીક્ષાચાલક છે. તેમના અગાઉ લગ્ન થયા હતાં અને બાદમાં પત્ની સાથે મનદુઃખ થતાં છુટાછેડા થઈ ગયા હતા અને સગીરા સંજયની રીક્ષામાં અવરજવર કરતી હોય જેથી સંજયે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગામમાં જ રહેતા રઘુભાઈનાં મકાનમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી અને બાદમાં તા.૧૯/૧૧નાં રોજ સવારે સગીરાને લગ્નની લાલચ આપી આરોપી અપહરણ કરી લઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.