કુછ કુછ હોતા હૈના છોટે સરદાર પરજાન દસ્તૂરના જલ્દી લગ્ન થશે

0
22
Share
Share

નાના ક્યૂટ બાળ સરદાર પર લોકો ફિદા થયા હતા

ફિલ્મમાં  બાળ કલાકારે બોલેલો ડાયલોગ તુસ્સી જા રહે હોે, તુસ્સી ના જાઓ, લોકોને આજે પણ બરાબર યાદ છે

મુંબઈ,તા.૨૬

ફિલ્મ ’કુછ કુછ હોતા હૈમાં નાના ક્યૂટ સરદાર બાળક પર બધા ફિદા થઈ ગયા હતા. તે ક્યૂટ સરદાર બાળકની ભૂમિકા પરજાન દસ્તૂરે ભજવી હતી અને તેણે ફિલ્મમાં માત્ર એક ડાયલોગ બોલ્યો હતો, ’તુસ્સી જા રહે જો, તુસ્સી ના જાઓ.’ માત્ર એક ડાયલોગ બોલવા છતાં પરજાનના તે પાત્રને આજે પણ યાદ કરાય છે. હવે પરજાન ખૂબ મોટો થઈ ગયો છે અને આગામી વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૧માં લગ્ન કરવા જઈ રહ્યો છે. પરજાને સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ ડેલના શ્રોફ સાથે ફેબ્રુઆરી ૨૦૨૧માં લગ્ન કરશે. તેણે સોશિયલ મીડિયા પર ડેલનાને પ્રપોઝ કરતા પોતાની એક તસવીર પણ શેર કરી છે. પરજાને આ તસવીરને શેર કરતા લખ્યું છે, એક વર્ષ પહેલા તેમણે હા કહી હતી અને હવે ૪ મહિના બાદ લગ્ન થઈ જશે. પરજાન દસ્તૂરે કુછ કુછ હોતા હૈ ઉપરાંત ફિલ્મ હમ તુમમાં પણ અવાજ આપ્યો છે. સથી પહેલા પરજાન ધારા રિફાઈન્ડની જલેબીવાળી જાહેરાતથી જાણીતો બન્યો હતો. આ બાદ તે ૨૦૦૯માં પીયૂષ ઝાની ફિલ્મ સિકંદરમાં મુખ્ય પાત્રમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં પરજાન એક ફૂટબોલરનું પાત્ર ભજવી રહ્યો હતો. પરજાન હવે પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે જેમાં શોર્ટ ફિલ્મો બનાવવામાં આવે છે. પરજાને એક ઈન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે, તે શાહરૂખ ખાન સાથે ફરીથી કામ કરવા ઈચ્છે છે. બોલિવૂડ સેલેબ્રિટીઓના લગ્નની વાત કરીએ તો હાલમાં જ નેહા કક્કર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડમાં આ વર્ષે સિંઘમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના પણ લગ્ન થવા જઈ રહ્યા છે. એવામાં હવે આગામી વર્ષમાં પરજાન પણ લગ્ન કરવા જઈ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here