કિમ જોંગે પોતાની ટીકા કરનાર નાણાં મંત્રાલયના પાંચ અધિકારીઓને ગોળીથી ઉડાવ્યા

0
23
Share
Share

પ્યોંગયોંગ,તા.૧૨

નોર્થ કોરિયાના સરમુખત્યાર શાસક કીમ જોંગ ઊનની ટીકા કરનારા નાણાં મંત્રાલયના પાંચ અધિકારીને ગોળીથી ઊડાવી દીધા હતા.

આ અહેવાલ પ્રગટ કરનારા વર્તમાન પત્રે એવો દાવો કર્યો હતો કે ૨૦૧૦ના જુલાઇની ૩૦મીએ રાત્રે યોજાએલા ડિનરમાં જ આ પાંચ અધિકારીઓને ઠાર કરાયા હતા.

ડેઇલીએનકે (ડેઇલી નોર્થ કોરિયા)ના અહેવાલ  મુજબ નાણાં મંત્ર્યાલયના પાંચે અધિકારી દેશના કથળી ગયેલા અર્થતંત્રની ચર્ચા કરી રહ્યા હતા. આ પાંચે અધિકારીઓના કુટુંબીજનોને યોડેઓકના એક પોલિટિકલ કેમ્પમાં રવાના કરી દેવામાં આવ્યા હતા.

નોર્થ કોરિયાની ગણતરી દુનિયાના સૌથી ગરીબ દેશમાં થાય છે. બાકી હતું એ કોરોનાએ પૂરૂં કર્યું હતું. આ અધિકારીઓ કીમ જોંગની આર્થિક નીતિની ટીકા કરી રહ્યા હતા એની જાણ સૌ પ્રથમ એમના બોસને થઇ હતી. બેાસે જોંગને જાણ કરી હતી. કીમ જોંગે આ પાંચેને પોતાને ત્યાં ડિનર પર તેડાવ્યા હતા. ત્યાં સિક્રેટ પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. તેમના પર એટલી હદે અત્યાચાર કરાયા હતા કે તેમણે ગુનો કબૂલ કરી લીધો. એ પછી તેમને દેશદ્રોહી ગણાવીને ઠાર કરી દેવામાં આવ્યા હતા.

આ અધિકારીઓ આર્થિક સ્થિતિ સુધારવા માટે ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મ્સનો અને આંતરરાષ્ટ્રીય સહકાર લેવાનો અનુરોધ કરી રહ્યા હતા. થોડા સમય પહેલાં એવી વાતો પણ વહેતી થઇ હતી કે કીમ જોંગે આ ફાયરીંગ સ્ક્વોડ દ્વારા પોતાના સગ્ગા કાકાને પણ ઠાર કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here