કિમ ખાતેની યુનિ.માં વિદ્યાર્થીઓ સાથેના અન્યાય મુદ્દે એનએસયુઆઇએ રજૂઆત કરી

0
15
Share
Share

સુરત,તા.૨૯

કિમ ખાતે આવેલી વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં થઈ રહેલા વિદ્યાર્થીઓ સાથેના અન્યાયને લઈને યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને લોકડાઉનમાં ફીમાં રાહત ન આપવા સાથે અન્ય ૭ હજારની ફી માંગવામાં આવી છે. સાથે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પણ અન્યાય કરાયો હોય તેમ ફ્રેશર્સની સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે. જેથી અમારી માંગો પૂરી નહીં કરાય તો આંદોલન કરવામાં આવશે.

મિતેષ હડિયા, એનએસયુઆઇ,મંત્રીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમો દ્વારા હોમિયોપેથિકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કેટી આવી હોય તો બીજા વર્ષમાં પરીક્ષા મોડી આવતી હોય છે. પરંતુ ગઈકાલે એક વિદ્યાર્થી પાસેથી જાણવા મળ્યું કે, ત્રણ દિવસમાં જ વિદ્યાર્થીઓની ફી સામાન્ય વિદ્યાર્થીઓ સાથે લેવાનું નક્કી થયું છે. લોકડાઉનની સ્થિતિમાં પણ વાલીઓએ ૮૫ હજાર ફી ભરી છે. તેમ છતાં સાત હજારની ફી મંગાઈ છે. જેથી અમે કુલપતિને રજૂઆત કરી છે.

એનએસયુઆઇ દ્વારા કુલપતિને રજૂઆત કરીને કહેવામાં આવ્યું હતું કે, અમારી બન્ને માંગણીઓ પૂર્ણ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતમાં ધરણા પ્રદર્શન કરીશું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here