કિન્નરના પ્રેમમાં પડેલ પતિ વિરુદ્ધ મહિલાએ માનસિક-શારિરીક ત્રાસની ફરિયાદ નોંધાવી

0
34
Share
Share

સુરત,તા.૨૪

શહેરમાં હંમેશા કંઈક અજબ-ગજબ બનાવો સામે આવતા રહે છે. હવે અહીં એક અનોખી પ્રેમ કહાણી સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પતિ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે સ્વરૂપવાન મહિલાનો પતિ તેણીને છોડીને એક કિન્નરના પ્રેમમાં પડ્યો છે. એટલું જ નહીં કિન્નર સાથે તે શારીરિક સંબંધ પણ ધરાવે છે. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે કંટાળીને પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે.

ફરિયાદીએ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક સાથે પરિવારની મરજીથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પરિવાર આ સ્વરૂપવાન પુત્રવધૂને સારી રીતે રાખતા હતા. મહિલાનો પતિ પણ તેને સારી રીતે રાખતો હતો. જોકે, તે રિક્ષા ચલાવતો હોવાથી કિન્નરોને લઇને શહેરમાં ફરતો હતો. આ દરમિયાન મહિલાના પતિની થોડા સમય પહેલા એક કિન્નર સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જોત જોતામાં રિક્ષા ચાલક પતિ સ્વરૂપવાન પત્નીને છોડી આ કિન્નર સાથે ફરવા લાગ્યો હતો. એક સમય એવો આવ્યો કે આ રિક્ષા ચાલક યુવાન પત્નીની સામે જ આ કિન્નર સાથે તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો. પત્નીએ આ બાબતે વિરોધ કરતા પતિ ઉપરાંત તેના સાસુ-સસરા તેણીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

તમામ વાતોથી કંટાળીને તેના પિયરમાં જતી રહી હતી. સતત માનસિક ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ મહિલાએ આ મામલે પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને મહિલાની ફરિયાદ બાદ આ મામલે તપાસ શરૂ કરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here