કાશ્મીર ઘાટીમાં શૂટિંગની તૈયારી; અજય ફિલ્મ્સ, સંજય દત્ત પ્રોડક્શન્સ જેવા બેનર લાગ્યા

0
22
Share
Share

કાશ્મીર,તા.૩૦

કાશ્મીરની રમણીય વેલી અને બરફથી ઢંકાયેલા પહાડોએ ફરી એક વાર બોલિવુડને આકર્ષિત કર્યા છે. બોલિવુડનું એક પ્રતિનિધિ મંડળ અપકમિંગ ફિલ્મ્સનાં લોકેશન એક્સપ્લોર કરવા માટે ૪ દિવસ કાશ્મીર યાત્રા પર છે. ભારત સરકાર દ્વારા ૫ ઓગસ્ટ ૨૦૧૯એ આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યો તે પહેલાં બહારના લોકોને કાશ્મીર છોડવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ કાશ્મીરમાં અનેક મહિનાઓ સુધી લોકડાઉન લાગુ કરવામા આવ્યું. પરિસ્થિતિઓમાં સુધારો આવવા લાગ્યો તેવામાં કોરોના વાઈરસે માજા મૂકતાં માર્ચ ૨૦૨૦માં આખા દેશમાં લૉકડાઉન લાગી ગયું,

પરંતુ આશરે દોઢ વર્ષ પછી ધીરે ધીરે હવે વેલીમાં રોનક પરત ફરી રહી છે. લોકેશન એક્સપ્લોર કરવા પહોંચેલા ડેલિગેશનમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ, મુંબઈના પ્રતિનિધિઓ સિવાય અજય દેવગણ ફિલ્મ્સ, સંજય દત્ત પ્રોડક્શન્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી ફિલ્મ્સ, ઝી સ્ટુડિયો, શ્રી અધિકારી બ્રધર્સ અને જીછમ્ (મરાઠી), એંડેમોલ, રાજકુમાર હિરાની ફિલ્મ્સ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ જેવા બોલિવુડના મોટા બેનર્સ સામેલ છે.

ઘાટી પહોંચેલા પ્રોડ્યુસર્સ કાશ્મીરની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થયા તેમણે પોતાની અપકમિંગ ફિલ્મ્સનું શૂટિંગ અહીં કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી. કાશ્મીરમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ સ્ટારર ‘જબ તક હૈ જાન’નું શૂટિંગ કરી ચૂકેલા પ્રોડ્યુસર આશીષ સિંહ કહે છે કે, ઘાટી ફિલ્મમેકર્સને બેકડ્રોપ ઉપલબ્ધ કરાવે છે તેમાં ન માત્ર બોલિવુડ બલકે દુનિયાભરના ફિલમમેકર્સને શૂટિંગ માટે આકર્ષિત કરવાનું પોટેન્શિયલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here