કાશ્મીરમા મારા પિતાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, મને કોઈના સર્ટિફિકેટની જરુર નથી

0
19
Share
Share

શ્રીનગર,તા.૨૧

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે.

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણએ કહ્યુ હતુ કે, ભાજપ તેની સાથે અસંમત હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે.દેશ માટેના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની રણનીતિમાં ભાજપ માહેર છે.ભાજપને આટલો મોટો જનાદેશ મળ્યો છે તો દેશ માટે તેનુ શું વિઝન છે, દરેક પાર્ટી પાસે એક વિઝન હોય છે.જવાહરલાલ નહેરુના દ્રષ્ટિકોણમાં જેએનયુ અને એઈમ્સ સામેલ હતા.મનમોહનસિંહે નવી આર્થિક નીતિઓ લાગુ કરી હતી.

તેમણે કહ્યુ હતુ કે, કમનસીબે મીડિયાનો મોટાભાગનો વર્ગ ભાજપના જુઠ્ઠાણાને દબાવી રહ્યો છે.મેં ભારતીય બંધારણને જાળવી રાખવા માટે શપથ લીધી છે અને જમ્મુ કાશ્મીર સંવિધાન ભારતના બંધારણનો પણ એક ભાગ છે.મારે આ વાત કોઈને બતાવવાની જરુર નથી.મારા પિતા એક ગૌરવશાળી ભારતીય નાગરિક અને કાશ્મીરી હતા.

મહેબૂબાએ કહ્યુ હતુ કે, અમે તમામ મુખ્ય પ્રવાહના પક્ષો છે અને શું આ ચડ્ડીધારીઓ(આરએસએસ)એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો?મારે તેમના સર્ટિફિકેટની જરુર નથી. મારા પિતાએ એ સમયે તિરંગો ફરકાવ્યો હતો જ્યારે આ એક અસ્વીકાર્ય બાબત ગણાતી હતી.સાથે સાથે તેમણે જમ્મુ કાશ્મીરનો ધ્વજ પણ ફરકાવ્યો હતો.ભાજપે હવે રાજ્યને તહસ નહસ કરી નાંખ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here