કાશ્મીરમાં નવ ડિગ્રી તાપમાને ગુરુ રંધાવાની હાલત ખરાબ કરી

0
33
Share
Share

મુંબઈ, તા.૨૯

બોલિવૂડમાં ઘણા જાણીતા ગીતો ગાનારા સિંગર ગુરુ રંધાવા હાલમાં ચર્ચામાં આવ્યો છે. તેની એક તસવીર સામે આવી છે જેમાં તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું છે. હકીકતમાં આ તસવીર તે સમયની છે જ્યારે ગુરુ રંધાવા પોતાની ફિલ્મ માટે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો હતો અને ઠંડી વધારે હોવાના કારણે તેના નાકમાંથી લોહી નીકળા લાગ્યું.

ગુરુ રંધાવા કાશ્મીરમાં માઈનસ ટેમ્પરેચરમાં શૂટિંગ કરી રહ્યો હતો. તેણે પોતાની તસવીર શેર કરતા લખ્યું છે, માઈનસ ૯ ડિગ્રી સેલ્સિયસમાં શૂટિંગ કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ મહેનત જ આગળ વધવાનો એક માત્ર ઉપાય છે. અમે કાશ્મીરમાં સારું શૂટિંગ કર્યું. જલ્દી જ આવી રહ્યા છીએ ટી-સીરિઝ પર. ગુરુ રંધાવાએ પોતાની આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો લોકો પરેશાન થઈ ગયા. ફેન્સે ક્રાય ઈમોજી સાથે કમેન્ટ કરીને સિંગર પ્રત્યેની ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું.

ફેન્સ તેની આ સ્થિતિ પર દુઃખ પ્રગટ કરી રહ્યા છે અને તેના માટે પ્રાર્થના કરતા દેખાઈ રહ્યા છે. એક ફેને કહ્યું કે, તમે ખૂબ જ મહેનતી છો. જ્યારે અન્ય ફેને લખ્યું, મહેનત રંગ લાવે છે, આ સુપરહીટ હશે… ઓલ ધ બેસ્ટ.

ઉલ્લેખનીય છે કે ગુરુ રંધાવાએ હાલમાં જ કાશ્મીરના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા હતા, જેમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર તેની સાથે દેખાઈ રહી હતી. કાશ્મીરમાં ગુરુ રંધાવાએ પોતાનો આગામી મ્યુઝિક વીડિયો ’અભી ના છોડો મુઝે’ શૂટ કર્યો હતો. આ વીડિયો કાશ્મીરના ગુલમર્ગમાં શૂટ કરાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here