શ્રીનગર,તા.૨
પાકિસ્તાન પ્રેરીત આંતકવાદી સંગઠનોએ કાશ્મીર ખીણમાં ફરી એક વખત ભયનો માહોલ ઉભો કરવા માટેના ધમપછાડા શરુ કર્યા છે.
પાક પ્રેરીત સંગઠન તહરીક ઉલ મુજાહિદ્દીને કાશ્મીરના સરપંચોને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં રાજીનામુ આપી દેવાની ધમકી આપી છે. સંગઠને કહ્યુ છે કે, જો સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો રાજીનામુ આપી દે નહીંતર તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.અમને પંચાયતના સભ્યો અને સરપંચો અંગે તમામ પ્રકારની જાણકારી છે.
દરમિયાન સંગઠને ઉત્તરી કાશમીરના હંદવારાના જાવેદ કુરૈશીને પણ ભાજપમાંથી રાજીનામુ આપી દેવા માટે અને રાજકીય હિલચાલ બંધ કરી દેવા માટે ધમકાવ્યા છે.ઉપરાંત સ્થાનિક લોકોને સંગઠને કહ્યુ છે કે, કુરૈશીને કોઈ મસ્જિદમાં ભાષણ માટે પપરવાનગી આ આપે નહીંતર એ મસ્જિદના લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત બડગામ જિલ્લાના જાવેદ અહેમદ શેખને પણ આતંકવાદીઓએ કહ્યુ છે કે, જો તેઓ રાજકીય રસ્તો નહીં છોડે તો તેમની સાથે પણ બીજા લોકો જેવો જ વરતાવ કરવામા આવશે. દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે હવે આ મામલાની તપાસ શરુ કરી છે.