કાળમુખો કોરોના વકર્યો : રાજયમાં આજે વિક્રમી ૧૪૨૦ કેસ નોંધાયા

0
26
Share
Share

લોકોએ જરાપણ ભયભીત થવાની જરૂર નથી, હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તે માત્ર અફવા : સરકાર

પરિસ્થિતી પર કાબુ કરવા રાજય સરકાર સફાળી જાગી સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત વધુ ૩૦૯ કેસ

રાજકોટ તા.૨૦

રાજયમાં  તહેવારો પુર્ણ  થતાની સાથે જ કોરોના વકર્યો છે. પરિસ્થિતીને કાબુમાં લેવા રાજય સરકાર સફાળી જાગી છે. અને લોકોએ ભયભીત થવાની જરૂર નથી. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તે માત્ર અફવા હોવાની નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકારોને જણાવ્યુ હતુ. તેમજ પરિસ્થિતી પર કાબુ મેળવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. મહાનગરોમાં વધતા જતા કેસોથી અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ આજ રાત્રથી ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફયુ લાદવામાં આવી છે.

અનલોકમાં આપેલી છુટછાટથી લોકોની બેદરકારી અને પેટાચુંટણી તેમજ દીવાળીના પર્વ બાદ કોરોનાની બીજી લહેર ધીરેધીરે રાજયમાં જોવા મળી છે. અને પરિસ્થિતી પર કાબુ મેળવવા રાજય સરકાર સફાળી જાગી એકશન મોડમાં આવી ગઇ છે.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ પત્રકારોને જણાવ્યુ હતુ કે લોકડાઉનનું કોઇ પ્લાનીંગ નથી તકેદારીના ભાગરૂપે મહાનગરોમાં કર્ફયુ લગાવવામાં આવે છે. લોકોએ અફવાથી પર રહી સરકાર આ મામલે સતત ચીંતીત છે. તેમ જણાવ્યુ હતુ.

રાજયમાં અનલોક બાદ કોરોના બેકાબુ બન્યો અને તહેવારોમાં લોકોએ કોરોનાને આમંત્રણ આપ્યુ હોય તેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. આજે વિક્રમી કેસ નોંધાયા છે. જેમાં રાજયમાં વધુ ૧૪૨૦ દદર્ી મળી આવ્યા છે. જયારે ૧૦૪૦ દદર્ીઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે. રાજયમાં કુલ કેસનો આંકડો ર લાખની નજીક પહોંચ્યો છે. તેમજ ૧,૭૭,પ૦૦ લોકોએ કોરોનાને મહાત આપી છે. ૧૪ દદર્ીઓ કોરોના સામે જંગ હારી ચુકયા છે. કુલ મૃત્યુઆંક ૩૮૭૭ પર પહોંચ્યો છે. ૯૨ દર્દીઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૧૩૦૦૦ દર્દીઓની સ્થીતી સ્ટેબલ છે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. તેમાં વધુ ૩૦૯ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૮૩  કેસ નોંધાયા છે.   ૫૪ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.     કુલ કેસ ૧૦૦૧૯ની નજીક   જયારે ગ્રામ્યમાં ૫૪  કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧  જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ  ૧૪૨૦   દર્દીઓ મળી આવ્યા છે.     અનલોક બાદ અમદાવાદમાં  સૌપ્રથમ વખત ૩૦૦ ને આંકડો પાર કર્યો છે. જયારે સુરત ૨૦૫, વડોદરા ૧૫૫, રાજકોટ ૧૩૭ , ગાંધીનગર ૮૬ , જામનગર ૪૨, જુનાગઢ ૨૨, ભાવનગર ૧૪, બનાસકાંઠા ૫૪, મહેસાણા ૫૨, પાટણ ૪૯, મહીસાગર ૨૭, મોરબી ૨૪, અમરેલી ૨૧, કચ્છ ૨૦, સુરેન્દ્રનગર ૧૯, પંચમહાલ ૧૮, સાબરકાંઠા ૧૬, ખેડા ૧૫, નર્મદા ૧૪, દાહોદ ૧૨, ગીરસોમનાથ ૧૧, આણંદ ૧૦, અરવલી ૭, દેવભુમી દ્વારકા ૬, ભરુચ ૫, છોટા ઉદેપુર ૫, બોટાદ ૩, નવસારી ૨ અને વલસાડમાં ૧ નવા કેસ નોંધાયા છે. જયારે પોરબંદર અને તાપીમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી.

અમદાવાદમાં લગ્નમાં પોલીસની મંજુરી ફરજીયાત

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમા જણાવવામા આવ્યું છે કે, આજે રાત્રે ૯ વાગ્યાથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યુ લાદવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં સાથે જ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કરફ્યૂમાં અમદાવાદ શહેરના કમિશનર સંજય શ્રીવાસ્તવે કરફ્યૂમાં જે છૂટછાટ આપી છે  લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે., અંતિમ સંસ્કારમાં ૨૦ જેટલા પરવાનગી આપવામાં આવશે., દૂધ વિતરણ ચાલુ રહેશે., રેલવે અને એરપોટર્ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે., અઝખ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે., C.A., A.S.C , C.S સહિત તમામ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીના આઈકાર્ડ ફરજીયાત રહેશે., ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને અવર જવર પર મજૂરી., તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મંજૂરી., તમામ છૂટછાટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્‌સ સહિત

પાલન કરવાનું રહેશે.,  પેટ્રોલિયમ, CNG , LPG, પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરુ રહેશે., પોલીસ કમિશનરનાં જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ફોજદાર અધિનિયમ સને૧૮૬૦ની કલમ ૧૮૮, અને લાગુ અન્ય કાયદાકીય જોગવાઇઓ અનુસાર, ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧થી ૬૦ની જોગવાઇ મુજબ સજા આપવામાં આવશે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૨૦ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૩૦૫

સુરત કોર્પોરેશન        ૨૦૫

વડોદરા કોર્પોરેશન     ૧૧૬

રાજકોટ કોર્પોરેશન      ૮૩

બનાસકાંઠા     ૫૪

રાજકોટ ૫૪

ગાંધીનગર કોર્પોરેશન   ૫૨

મહેસાણા        ૫૨

પાટણ  ૪૯

સુરત   ૪૧

વડોદરા        ૩૯

ગાંધીનગર      ૩૪

મહીસાગર      ૨૭

મોરબી ૨૪

અમદાવાદ     ૨૨

જામનગર      ૨૨

અમરેલી        ૨૧

જામનગર કોર્પોરેશન    ૨૦

કચ્છ   ૨૦

સુરેન્દ્રનગર     ૧૯

પંચમહાલ      ૧૮

સાબરકાંઠા      ૧૬

ખેડા    ૧૫

નર્મદા  ૧૪

જુનાગઢ કોર્પોરેશન     ૧૩

દાહોદ  ૧૨

ગીર સોમનાથ  ૧૧

આણંદ  ૧૦

ભાવનગર કોર્પોરેશન   ૯

જુનાગઢ        ૯

અરવલ્લી       ૭

દેવભૂમિ દ્વારકા  ૬

ભરુચ   ૫

ભાવનગર      ૫

છોટાઉદેપુર     ૫

બોટાદ  ૩

નવસારી        ૨

વલસાડ        ૧

પોરબંદર       ૦

તાપી   ૦

કુલ     ૧૪૨૦

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here