કાલુપુર રેલવે સ્ટેશન બહાર મુસાફરોનાં ટોળાં થતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

0
19
Share
Share

અમદાવાદ,તા.૨૧
શહેરમાં ગઈકાલ રાતના ૯ વાગ્યાથી સોમવાર સવાર સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેની વચ્ચે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી છે. બહારથી આવેલા મુસાફરોની ભીડ સ્ટેશન બહાર થઈ છે. એએમટીએસ બસોની વ્યવસ્થા છતાં મુસાફરોનો જમાવડો થયો છે. ઘણા મુસાફરોને બસ અંગે જાણ ન થતાં તેઓ અટવાયેલા છે. આ સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.
બહારગામથી આવતા જ મુસાફરોની ભીડ છે. જેમ જેમ ટ્રેન અમદાવાદ આવી રહી છે તેમ મુસાફરો આવી રહ્યા છે અને તેમને ઘરે પહોંચાડવામાં આવે છે. રેલવે સ્ટેશન પર માત્ર રિઝર્વેશન કરાવેલા પેસેન્જર જ આવી રહ્યા છે. રિક્ષાઓ બંધ અને ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધના કારણે છસ્‌જી બસ મૂકવામાં આવી છે, જેમાં તેમને તેમના વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here