કાલાવડ : માછરડા ગામે પવનચક્કી પાસે વીડીમાં ભીષણ આગ

0
24
Share
Share

નવાગામ, તા.૧૫

કાલાવડ તાલુકાના માછરડા ગામની વીડીમાં વિન્ડ વર્લ્ડ કંપની દ્વારા ઉભી કરવામાં આવેલ પવનચક્કીઓ પાસે એકાએક આગ લાગી આગે થોડી જ વારમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ ૩૦૦ હેકટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી વીડીના એક ભાગમાં આગ લાગી આગ લાગવાનુ કારણ પવનચક્કીના પોલના નીચેના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડ તાલુકાના માછરડા ગામે ૩૦૦ થી વધુ હેકટરમાં વીડી આવેલી છે. જેમાં રવિવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વીડીમાં સુકુ ઘાસ ઉભુ હોય ત્યારે પળવારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ અને પાણીના પ્રવાહની જેમ આગ પણ ફેલાઈ ગઈ હતી. આ ઘટના વાયુવેગે ગામ વિસ્તાર બનાવની જાણ થતા ગામના અગ્રણી પ્રદિપસિંહ જાડેજા (એડવોકેટ) તથા ગામના યુવાનો તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ ઓલવવાની પાંચ કલાકની મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાને કારણે તેમાં ચકલી સહિતના નાના પક્ષીઓ તેમજ જીવજીંતુઓ હોમાય ગયા હતા.

વિન્ડ વર્લ્ડ કંપનીની આ પવન ચક્કીઓ દ્વારા અવાર-નવાર આવી આગની ઘટના બનતી હોય છે. જેની ઉચ્ચ સ્તરે રજુઆત માછરડા ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર રજૂઆત કરવા આવે છે. તેમ છતા કોઈ પણ પ્રકારના ગંભીર પગલા લેવામાં આવતા નથી તેવું લોકોના મુખે ચર્ચાય રહયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here