કાલાવડ : બે માસ પૂર્વે બે બાઈક અથડાતા ઈજાગ્રસ્તનું સારવારમાં મોત

0
14
Share
Share

જામનગર, તા.૧૬

જામનગર જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. કાલાવડ તાલુકા મથકની ભાગોળે મહિના પૂર્વે સર્જાયેલ બે બાઈક વચ્ચેના અકસ્માતમાં બે સંતાનોની હાજરીમાં ઘવાયેલા પિતાનુ લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યુ છે.

કાલાવડ તાલુકા મથક નજીક જામનગર રોડ પર આવેલ જીઆઈડીસી ગેઈટ પાસે ગત તા.૨૦ મી સપ્ટેમ્બરના રોજ બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં જીજે૧૦એઆર ૩૨૦૬ નંબરની મોટરસાયકલને નરેન્દ્રભાઈ સામતભાઈ ચૌહાણના જીજે૧૦બીસી ૧૭૬૧ નંબરના બાઈકને જોરદાર ઠોકર મારી હતી. જેમાં નરેન્દ્રભાઈ સામતભાઈ ચૌહાણના બાઈકને હડફેટે લઈ અકસ્માત કરી નરેન્દ્રભાઈને માથાના તથા આંખના ભાગે તથા તેમના દીકરા-દીકરીને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ બનાવમાં નરેન્દ્રભાઈને કપાળના ભાગે તથા જમણી આંખનો ડોળો બહાર નીકળી જતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં લાંબી સારવાર બાદ તેમનુ મૃત્યુ નીપજ્યું હતુ. આ બનાવ અંગે મૃતકના સંબંધીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here