કાલાવડમાં સાંબેલાધારે ૧૪ ઈંચ વરસાદ ત્રાટક્યો

0
65
Share
Share

ગઈકાલે ખંભાળીયાને ધમરોળ્યા બાદ આજે મેઘરાજાએ કાલાવડ, ધ્રોલ, પડધરી, ભચાઉ, રાજકોટ અને લોધિકાને ધમરોળ્યા

સૌરાષ્ટ્રનાં ૭૫ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાતા ૧૮ થી વધુ જળાશયો છલકાયા, નદીઓ ગાંડીતૂર બની અનેક ગ્રામ્ય પંથકો બેટમાં ફેરવાયા

કાલાવડ નજીક નાની વાવડી ગામના વોંકળામાં બાઈક સાથે અજાણ્યો યુવાન તણાતા લાપતા બન્યો, જુદાજુદા સ્થળોએ ૧૦ પશુ તણાયા

રાજકોટ, તા.૬

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે જામનગર, દેવભૂમિ દ્વારકા અને ખંભાળીયા જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં સુપડાની ધારે મેઘરાજાની પધરામણી થતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર બેટ જેવું વાતાવરણ જોવા મળેલ હતુ. આજે એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭૫ તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદ ખાબકેલ જેમાં કાલાવડ, ધ્રોલ, પડધરી, ભચાઉ, જોડીયા અને લોધિકામાં વાદળ ફાટયા જેવી સ્થિતી વચ્ચે મુશળધાર વરસાદ નોંધાવા પામેલ હતો જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં ૧૮ થી વધુ તાલુકામાં ૨ થી ૪ ઈંચ જેવો ધોધમાર તો કયાંક ઝરમર વરસાદ નોંધાતા નદીઓ બે કાંઠે વહેતી થયેલ સૌરાષ્ટ્રમાં ૧૫ થી વધુ જળાશયો છલકાય જવા પામેલ છે. રાજ્યમાં કચ્છ આસપાસ સાયકલોનિક સરકયુલેશન સર્જાયેલ હોવાથી આગામી ૪૮ કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છનાં કેટલાક વિસ્તારમાં મઘ્યમથી ભારે વરસાદ ત્રાટકવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ભારે વરસાદનાં કારણે જામનગર જીલ્લાનાં કાલાવડ નજીક આવેલ નાનીવાવડી ગામે આવેલ વોંકળામાં પાણીની જોરદાર આવક વચ્ચે બાઈક સાથે વોંકળો પસાર કરવા જતો એક અજાણ્યો યુવાન તણાતા લાપતા બનેલ છે. જેની શોધખોળની કામગીરી આવતીકાલે સવારથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ભારે વરસાદના કારણે કેશોદ નજીક સાબલી નદી પરનો પુલ ધરાશાયી થતા કેશોદ-બામણાસા વચ્ચેનો સંપર્ક તુટતા બામણાસા ગામ સંપર્ક વિહોણું બનેલ છે.

ભારે વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કાલાવડ મામલતદારનાં માર્ગદર્શનમાં ૩૦ વ્યકિતને સલામત સ્થળ હાઈસ્કુલની ઈમારતમાં સ્થળાંતરીત કરાયેલ હતા જ્યારે ધ્રોલ નજીક નીચાણવાળા વિસ્તારમાંથી ૨૦ વ્યકિતને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યાનુ જાણવા મળેલ છે. ખંભાળીયા ખાતે બચાવ રાહતની કામગીરી અર્થે સ્થાનિક તંત્રની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ના ૨૧ જવાનોની ટીમને ખડેપગે રાખવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે જામનગર જીલ્લાનાં કાલાવડ, ધ્રોલ, જોડીયા, રાજકોટ જીલ્લાનાં રાજકોટ, લોધિકા ત્થા કચ્છનાં ભચાઉમાં સાંબેલાધાર વરસાદ ત્રાટકયો હતો. આજે સૌથી વધુ વરસાદ કાલાવડ ૩૩૧ મી.મી. (આશરે ૧૪ ઈંચ), ધ્રોલ ૧૭૧ મી.મી. (૭ ઈંચ), પડધરી ૧૭૦ મી.મી. (૭ ઈંચ), ભચાઉ ૧૨૫ મી.મી. (સવાપાંચ ઈંચ), રાજકોટ ૧૨૦ મી.મી. (પાંચ ઈંચ) અને લોધિકા ૧૦૫ મી.મી. (૪।। ઈંચ) ધોધમાર ભારે વરસાદ ખાબકતા તાલુકાઓની નદીઓ ગાંડીતૂર બની વહેતી થયેલ તેમજ અનેક જળાશયોમાં નવા નીરની વ્યાપક આવક થવા પામેલ છે. ઉપરાંત ૧૮ જેટલા જળાશયો છલકાય રહયા હોવાથી જળાશયોનાં નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને તંત્ર દ્વારા સાવધ કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્ય સ્થળોએ ટંકારા ૯૦, જામનગર ૮૮, લાલપુર ૮૭, ગાંધીધામ ૬૫, જાફરાબાદ ૬૫, માળીયા મીંયાણા ૬૩, ગીરગઢડા ૬૧, જામકંડોરણા ૫૮, હળવદ ૫૩, જામજોધપુર ૫૩, મોરબી ૪૮, વાંકાનેર ૪૩, અંજાર ૪૬, સુત્રાપાડા ૩૬, રાપર ૩૯, કાલાવડમાં સાંબેલાધારે ૧૪ ઈંચ વરસાદ ત્રાટક્યો

ગઈકાલે ખંભાળીયાને ધમરોળ્યા બાદ આજે મેઘરાજાએ કાલાવડ, ધ્રોલ, પડધરી, ભચાઉ, રાજકોટ અને લોધિકાને ધમરોળ્યા

સૌરાષ્ટ્રનાં ૭૫ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાતા ૧૮ થી વધુ જળાશયો છલકાયા, નદીઓ ગાંડીતૂર બની અનેક ગ્રામ્ય પંથકો બેટમાં ફેરવાયા

કાલાવડ નજીક નાની વાવડી ગામના વોંકળામાં બાઈક સાથે અજાણ્યો યુવાન તણાતા લાપતા બન્યો, જુદાજુદા સ્થળોએ ૧૦ પશુ તણાયા

રાણાવાવ ૩૬, માણાવદર ૪૯, કેશોદ ૪૧, ભાણવડ ૩૮, વિસાવદર ૩૧, ખાંભા ૩૦, વેરાવળ ૨૮, જસદણ ૨૫, કોટાડાસાંગાણી ૨૪, સાવરકુંડલા ૨૪, ભુજ ૨૨, કોડીનાર ૩૬, તાલાલા ૨૩, કુતિયાણા ૧૮, પોરબંદર ૧૮, માંગરોળ ૨૦, મુંદ્રા ૧૮, મેંદરડા ૧૮, વંથલી ૧૬, ઉપલેટા ૧૫, માળીયા હાટીના ૧૬, ગોંડલ ૧૨, જેતપુર ૧૨, ધોરાજી ૧૧, ભેંસાણ ૧૧, રાજુલા ૧૨, ઉના ૧૦, બાબરા ૮, વડીયા ૭, લીલીયા ૬, લાઠી ૬, અમરેલી ૭, ધ્રાંગધ્રા ૮, રાણપુર (બોટાદ) ૬, બોટાદ ૫, ધારી ૫, બગસરા ૪, વિંછીયા ૬, જૂનાગઢ ૬, લખતર ૩, પાટડી ૨, બરવાળા ૧, દ્વારકા ૭, કલ્યાણપુર ૧૫ ત્થા માંડવી (કચ્છ) ખાતે ૧ મી.મી. વરસાદ નોંધાવા પામેલ હોવાનુ જાણવા મળેલ છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પૂરની સ્થિતીમાં ચાર-પાંચ સ્થળોએ કેટલાક પશુઓ તણાયાની વિગતો પ્રાપ્ત થયેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here