કાલથી અનલોક-૨ શરૂ, દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી રાખી શકાશે ખુલ્લી

0
22
Share
Share

હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

ગાંધીનગર,તા.૩૦

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-૧નો આજે છેલ્લો દિવસે છે. ત્યારે આગામી સમયમાં અનલોક-૨ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા પછી રાજ્યમાં અનલોક-૨ કેવું રહેશે તેનો એક મેપ દર્શાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અનલૉક ૨ અંતર્ગત આવતીકાલે ૧ જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે ૮ વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.

સીએમ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ ૧ જુલાઈથી અનલૉક ૨ અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો હાલ કર્યા છે.ગુજરાતમાં અનલૉક-૨ મુદ્દે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક મળી હતી. આ હાઈપાવર કમિટીની બેઠકમાં લોકડાઉન-૨ મુદ્દે દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટો માટે નિર્ણય લેવાયો છે. બીજી બાજુ કેન્દ્રની ગાઈડલાઈનના આધારે ગુજરાતમાં તેને અમલીકરણ બનાવાઈ છે. આજની હાઈપાવર કમિટીની બેઠકમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનના આધારે રાજ્યમાં અમલીકરણ માટે અંતિમ નિર્ણય આજે મોડી સાંજે રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરશે તેવું જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક ૧માં સાંજના ૭ વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ ૧ કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અનલોક-૨માં અહીં મળશે છૂટ

 • અનલોક-૨માં કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક બાબતો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી છૂટ આપાઈ છે.
 • મર્યાદિત સંખ્યામાં ઘરેલુ ફ્‌લાઈટ્‌સ અને પેસેન્જર ટ્રેનોની મંજૂરી આપાઈ છે. જે આગળ પણ યથાવત રહેશે.
 • ‘વંદે ભારત મિશન’ હેઠળ નિયમો સાથે યાત્રીઓને ઈન્ટરનેશનલ ફ્‌લાઈટમાં યાત્રાની મંજૂરી પણ યથાવત છે.
 • રાત્રિ કરફ્યૂનો સમય બદલવામાં આવ્યો છે અને હવે તે રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે.
 • દુકાનોમાં ૫ લોકોથી વધુ એકઠા થઈ શકે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે.
 • ૧૫ જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં કામકાજ શરૂ થઈ શકશે
 • વિવિધ રાજ્યો સાથે ચર્ચા-વિચારણા બાદ સ્કૂલ-કોલેજ અને કૉચિંગ ક્લાસોને ૩૧ જુલાઈ સુધી બંધ રખાશે.
 • ઔદ્યોગિક એકમ, નેશનલ અને સ્ટેટ હાઈવે પર લોકોની અવર-જવર અને માલની હેરફેર, કાર્ગોના લૉડિંગ અને અનલૉડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના નિર્ધારિત સ્થળ સુધી જવા મામલે રાત્રી કરફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં હજુ પણ પ્રતિબંધ યથાવત : અનલોક-૨માં કન્ટેનમેન્ટ ઝોનની અંદર ૩૧-જુલાઈ સુધી લૉકડાઉનનું સખ્તીથી પાલન કરવામાં આવશે. હજુ પણ અનેક એવી બાબતો છે, જેને શરૂ કરવા માટે મંજૂરી નથી આપવામાં આવી.

 • મેટ્રો રેલ, સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ અંગે વિચાર પછી નિર્ણય લેવાશે.
 • સામાજિક, રાજનીતિક, સ્પોટ્‌ર્સ, મનોરંજન, સાસ્કૃતિક, ધાર્મિક સહિત અન્ય જમાવડા પર પ્રતિબંધ યથાવત્‌ રહેશે.
 • કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી ગતિવિધિઓને જ પરવાનગી આપવામાં આવશે.
 • કન્ટેનમેન્ટ ઝોન સબંધિત જાણકારી જિલ્લા કલેક્ટરોની વેબસાઈટ પર નોટિફાઈ કરવામાં આવશે અને રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આ જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શેર કરવામાં આવશે.
 • રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવશે.

હજુ પણ આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

 • સોશિયલ ડિસ્ટન્સિંગ
 • દુકાનોમાં ગ્રાહક અને વેપારીઓ વચ્ચે સુરક્ષિત અંતર
 • કોરોનાને લઈને સરકારના આદેશોનું પાલન
 • આરોગ્ય સેતુ મોબાઈલ એપ્સનો મહત્તમ ઉપયોગ

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here