કાર શીખતા ભૂલથી રેસ આપતા ઊંડા કૂવામાં ખાબકી

0
16
Share
Share

જૂનાગઢ,તા.૨૧
જૂનાગઢ જિલ્લાના વડાલ ગામમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. વડાલ ગામમાં વાડીએ કાર શીખવતા કાર વાડીમાં આવેલા ૮૦ ફૂડ ઊંડા કૂવામાં ખાબકી હતી. પાણી ભરેલા કૂવામાં કાર સાથે સાળા બનેવી પણ ડૂબી ગયા હતા. આમ ડૂબ જતાં સગા સાળા બનેવીનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચીને ક્રેઈનની મદદથી કાર સહિત સાળા બનેવીને બહાર કાઢ્યા હતા. સગા સાળા બનેવીના મોતના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. અને પરિવારમાં માતમ છવાયો હતો. બનાવની વીગત પ્રમાણે જેતપુર રહેતા વિપુલ ડોબરીયા પોતાના પરિવાર સાથે જૂનાગઢના વડાલમા રહેતા તેના બનેવી ચેતન દોમાંડીયાને ત્યાં આવ્યા હતા. વિપુલે તેમના પરિવારને પોતાના બનેવીને ત્યાં મુકી બનેલીની વાડીએ ગયો હતો. ત્યારે વિપુલના બનેવી ચેતન દોમડીયાને કાર શીખવા ની તાલાવેલી હતી. વિપુલ કાર લઈને વાડીએ પહોચ્યો ત્યારે ચેતન કારમા સવાર થઈ ગયો હતો અને કાર આવડતી ના હોય છતા કાર ચલાવવાની કોશિશ કરતા તેના સાળાએ તેને રોક્યો હતો અને પોતે પણ કારમાં બેસી ગયો હતો અને પોતાના બનેવીને કાર શીખવે તે પહેલા ચેતન દોમડીયાથી ભૂલથી લીવર પર પગ દઈ દેતા કાર ફુલ સ્પીડમા દોડતી થઇ અને કારથી ૨૦ ફુટ દૂર ઉંડા કૂવામાં ખાબકી હતી. ૮૦ ફુટ ઉંડા કૂવામાં પાણી હોવાથી સગા સાળા બનેવીના ડૂબી જતા કરૂણ મોત થયા હતા. વાડીએ હાજર રહેલા લોકોએ બન્નેને કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ કાર કૂવામા ફસાઈ ગઈ હતી. બાદ મા જૂનાગઢ કોર્પોરેશનની ફાયર ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ સાળા બનેવીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક સાથે સાળા બનેવી ના મોત થતા બન્ને પરિવાર મા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here