કાર-ડિઝાનર દિલીપ છાબરિયાની છેતરપિંડી મામલે ધરપકડ

0
19
Share
Share

મુંબઇ,તા.૨૯

દેશના મશહૂર કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની છેતરપિંડી મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમની સામે આઇપીસીની કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલીપ છાબરિયા ડીસી ડિઝાઇનના સંસ્થાપક છે અને દેશ-વિદેશમાં તેઓ જાણીતા છે. પોલીસે આ કેસ સાથે જોડાયેલી હાઇ-એન્ડ કારને પણ જપ્ત કરી છે. આ કાર મુંબઈના હેડ ક્વાર્ટરમાં છે.

દિલીપ છાબરિયા સામે ૧૯ ડિસેમ્બરે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે મુંબઈ પોલીસે દિલીપ છાબરિયાની ધરપકડ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યું, તેમની લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે અને તેમને મુંબઈના હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ એક પત્રકાર પરિષદ કરીને આ કેસ અંગે ખુલાસો કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here