કાર્યવાહીથી ચોંકેંલા પાક.નું ભારતીય રાજદૂતને સમન્સ

0
23
Share
Share

યુધ્ધ વિરામનો ભંગ કરી દિવાળીના સમયે મોટા હુમલા માટે ઘૂસણખોરી કરાવવા પાક.ની કાશ્મીર સરહદે હરકત

નવી દિલ્હી, તા.૧૪

એલઓસી પર પાકિસ્તાન તરફથી આતંકવાદીઓને ઘુસણખોરી કરવાના હેતુથી સીઝફાયરના ભંગનો ભારતે યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય જવાબી કાર્યવાહીમાં દિવાળીના એક દિવસ પહેલાં ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી.

પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. ત્યાર પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં ૮થી ૧૧ પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા. ભારતના ૪ જવાન શહીદ થયા છે અને ૬ નાગરિકનાં પણ મોત થયાં છે. ભારતીય સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના ઠાર મરાયેલા જવાનોમાં બે-ત્રણ તેની એસએસજી સેવાના કમાન્ડો પણ છે, જ્યારે ૧૦થી ૧૨ પાક. સૈનિકોને ઇજા થઈ હોવાનું મનાય છે.

એલઓસી પર શુક્રવારે પાકિસ્તાન તરફથી ઘુસણખોરી કરવાના હેતુથી સીઝફાયરના ભંગનો ભારતે યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનને બરાબરના મરચા લાગ્યા છે પાકિસ્તાન તમતમી ઉઠ્‌યુ છે.

પાકિસ્તાને ભારતીય ડિપ્લોમેટને સમન્સ મોકલ્યું છે. આ સિવાય શનિવારે પાકિસ્તાનના ડીજી અને વિદેશ પ્રધાન એમએમ કુરેશી પ્રેસ કોન્ફરન્સ કરશે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, તેઓ એલઓસીની ઘટના અંગે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

દિવાળી પહેલા પાકિસ્તાન એલઓસી દ્વારા આતંકવાદીઓની ભારે ઘુસણખોરીના હેતુથી શુક્રવારે ભારતના અનેક ક્ષેત્રોમાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું. આ દરમિયાન ભારતના પાંચ સૈનિકો શહીદ થયા. તે જ સમયે, આ તોપમારામાં ૬ સામાન્ય નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા. ભારતના ચાર સૈન્ય એક સૈનિક અને બીએસએફ એસઆઈએ શહીદ થયા. કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા છે.

કેરન, પૂંછ અને ઉરી સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘનના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના બંકર, લોંચ પેડને ઉડાવી દીધું હતું. ભારતની આ ક્રિયા દ્વારા પાકિસ્તાન ચોંકી ગયું હતું. આ અઠવાડિયામાં ઘૂસણખોરીનો પાકિસ્તાનનો આ બીજો પ્રયાસ છે. આ પહેલા ૭-૮ નવેમ્બરના રોજ પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, આ સમય દરમિયાન, ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાના સૈનિકોએ ઠાર કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here