કાર્તિકે ફિલ્મ ધમાકાના માત્ર ૧૦ દિવસના ૨૦ કરોડ લીધા

0
16
Share
Share

કાર્તિક આર્યની ફિલ્મ ધમાકાનું શૂટિંગ મુંબઈની હોટેલમાં કરવામાં આવ્યું છે, ફિલ્મમાં મૃણાલ ઠાકુર જોવા મળશે

મુંબઈ,તા.૧૨

બોલિવૂડનો જાણીતો એક્ટર કાર્તિક આર્યન હવે ધમાકા નામની ફિલ્મમાં અગાઉ નહીં જોયો હોય તેવા નવા અવતારમાં જોવા મળશે.  ધમાકા નામની આ ફિલ્મનું ડિરેક્શન રામ માધવાની કરી રહ્યા છે. એક્ટર કાર્તિક આર્યને ફિલ્મ ધમાકાનું શૂટિંગ માત્ર ૧૦ દિવસમાં જ પૂરું કરી દીધું છે અને ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક પ્રકારે રેકોર્ડ પણ સર્જ્‌યો છે પણ, હવે ફિલ્મ ધમાકાના શૂટિંગ અને એક્ટર કાર્તિક આર્યન સાથે જોડાયેલી એક એવી વાત જાણવા મળી છે જે તમને ચોક્કસ ચોંકાવશે. એક ઓનલાઈન પોર્ટલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ફિલ્મ ’ધમાકા’ માટે કાર્તિક આર્યનને રૂપિયા ૨૦ કરોડ ચૂકવાયા છે. કાર્તિક આર્યને આ ફિલ્મનું શૂટિંગ માત્ર ૧૦ દિવસમાં પૂરું કર્યું છે જેનો મતલબ એવો થાય છે કે કાર્તિક આર્યનને આ ફિલ્મના શૂટિંગના એક દિવસ માટે રૂપિયા ૨ કરોડ મળ્યા છે! સામાન્યરીતે કોઈ એક ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ઓછામાં ઓછા ૪૫ દિવસનો સમય લાગતો હોય છે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ એક્ટર કાર્તિક આર્યને માત્ર ૧૦ દિવસમાં પૂરું કર્યું છે. મળતી વિગતો મુજબ કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ’ધમાકા’નું શૂટિંગ મુંબઈમાં એક હોટેલમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક્ટ્રેલ મૃણાલ ઠાકુર જોવા મળશે અને આ ફિલ્મનું ડિરેક્શન રામ માધવાનીએ કર્યું છે. અહીં નોંધનીય છે કે ડિરેક્ટર રામ માધવાની અગાઉ ફિલ્મ નીરજાનું ડિરેક્શન કરી ચૂક્યા છે. કાર્તિક આર્યન અન્ય જે ફિલ્મો પર કામ કરી રહ્યો છે તેમાં દોસ્તાના ૨ અને ભૂલ ભૂલૈયા ૨ વગેરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here