’કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત મુંજકા ગામ ઝળહળશે

0
18
Share
Share

પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં યોજાશે દિવ્ય કાર્યક્રમ

રાજકોટ તા.૧૨

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા શરુ કરેલ ’કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત કાઇસ્ટ કોલેજ મેઈન રોડ, હરીવંદના કોલેજની સામે, રાધેકૃષ્ણ મંદિર, મુંજકા ખાતે સાંજે ૭-૦૦ કલાકે, પ.પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગોમય દિવડાઓ મુંજકા ગામના દરેક ઘરોમાં પ્રગટાવવામાં આવશે. મુંજકા ગામ સમસ્ત આ ’કામધેનુ દિપાવલી અભિયાન’ માં જોડાશે અને ગૌસેવા, ગૌરક્ષા અંગે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરશે. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા,અજીત મહાપત્રજી ( અખિલ ભારતીય ગૌ સેવા ગતિવિધી સહપ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ), રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જયેશભાઈ જાદવ (મુંજકા સરપંચ) વિગેરે ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન અંગે મુંજકા ગામના સરપંચ જયેશભાઈ જાદવ અને સમગ્ર મુંજકા ગ્રામજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવામાં આવી રહયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here