કામધેનુ દિપાવલી અભિયાન’ મુંજકા ગામ ગોમય દિવાથી ઝળહળ્યું

0
20
Share
Share

ડો. કથીરિયા, સહિતની ઉપસ્થિતિમાં યોજાયો દિવ્ય કાર્યક્રમ

રાજકોટ,   તા. ૧૫

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયાએ શરુ કરેલ ’કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત રાજકોટના મુંજકા ખાતે  પરમ પૂજનીય પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાયનાં ગોબરમાંથી બનેલ ગૌમય દિવડાઓ મુંજકા ગામના દરેક ઘરોમાં પ્રગટાવવામાં આવ્યા. મુંજકા ગામ સમસ્ત આ ’કામધેનુ  દિપાવલી અભિયાન’ માં જોડાયુ હતું અને ગૌસેવા, ગૌરક્ષા અંગે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, અખિલ ભારતીય ગૌ સેવા ગતિવિધી સહપ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્યના અજિત મહાપાત્રજી , રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મુંજકા ગામના જયેશભાઈ જાદવ ,સહિત  ઉપસ્થિત રહ્યાં હતા.સમગ્ર આયોજન અંગે મુંજકા ગામના સરપંચ જયેશભાઈ જાદવ અને સમગ્ર મુંજકા ગ્રામજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ, સહકાર મળ્યો.હતો.ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા ’કામધેનુ  દિપાવલી અભિયાન’ શરુ કરાયું છે.  ’ગૌમય ગણેશ અભિયાન’ ની અપાર સફળતા અને જન જાગૃતિથી પ્રોત્સાહીત થઈ રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગોમય દિપકને જનતામાં લોકપ્રિય બનાવવા રાષ્ટ્રીય સ્તરે ’કામધેનુ  દિપાવલી અભિયાન’ ની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા યોગ્ય દિશામાં ગૌમાતા, ગૌવંશ, પશુપાલનની સલામતી, સંરક્ષણ, વિકાસ અને ઉત્કર્ષની સુરક્ષા, સંરક્ષણની ખાતરી કરવા માટે કરવામાં આવી હતી . ભારતના ૧૧ કરોડ પરીવારોમાં આ વર્ષે ૩૩ કરોડ દીવાઓ પ્રગટે તેવો સંકલ્પ કરાયો છે. દીપપર્વ તેમ જ બારેમાસ માટે ગાયના છાણ, પંચગવ્ય આધારીત મીણબતીઓ, ધૂપ, ધૂપ લાકડીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેઇટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, સાબુ, શેમ્પુ, ફીનાઈલ, દવાઓ સહિતની ૩૦૦ થી વધુ સામગ્રીઓનું નિર્માણ શરુ થયું છે. ’વોકલ ફોર લોકલ’,’આત્મ  નિર્ભર ભારત’, ’મેઇક  ઇન ઇન્ડિયા’ સહિતનાં અભિયાનોની સફળતા માટે અને  ’ગૌ આધારિત અર્થતંત્ર’ નાં પુનેંસ્થાપન અર્થે મહત્વપુર્ણ પ્રદાન રાષ્ટ્રીય કામધેનુ આયોગ કરશે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here