કાજોલે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઇ ફેન્સ સાથે સંવાદ કર્યો

0
12
Share
Share

મુંબઇ,તા.૨૩

અત્યારે દુનિયાના કોઈ પણ ખુણે જાવ તમને કોરોનાને કારણે ત્રાસી ગયેલા લોકો તો ચોક્કસ જ મળી આવશે. કોરોનાને કારણે માત્ર માણસો જ હેરાનપરેશાન થઈ ગયા છે એવું નથી, આને કારણે કામકાજ પણ ઠપ્પ થઈ ગયા છે. જેમાંથી ટીવી-ફિલ્મ્સના શૂટિંગ પણ બાકાત રહી શક્યા નથી. ખાલી પડેલા સમયમાં સેલેબ્સ ઘરે બેસીને પરિવાર સાથે સારો એવો સમય પસાર કરી રહ્યા છે. બોલીવૂડની બ્લેક બ્યુટી ગણાતી કાજોલે પણ હમણાં થોડાક સમય પહેલાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને તેના ચાહકો સાથે સંવાદ સાધ્યો હતો. આ ચિટચેટ દરમિયાન જ તેણે પોતાના ડિજિટલ ડેબ્યુ ફિલ્મ વિશે વાત કરી હતી. કાજોલે લખ્યું હતું કે મારી આગામી ફિલ્મ ‘ત્રિભંગા’ છે અને તે ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.’ છેલ્લે કાજોલ અજય દેવગણ સાથે ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર’માં જોવા મળી હતી. આગામી ફિલ્મ વિશે વધુ વાત કરતાં કાજોલે જણાવ્યું હતું કે ફિલ્મની સ્ટોરી મુંબઈની આસપાસ ફરે છે અને એક પરિવારની પણ અલગ અલગ પેઢીની ત્રણ મહિલાઓ પર આધારિત છે.

૮૦ના દાયકાથી અત્યારના મોર્ડન વર્લ્ડને આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યું છે. એટલું જ નહીં અત્યારે આપણે આઘળ વધવાની હોડમાં પરિવારનું મૂલ્ય વિસરી રહ્યા છે, પણ આ ફિલ્મમાં પરિવારની તાકાત અને તેના મૂલ્ય વિશે જ વાત કરવામાં આવી છે. આ ફિલ્મનો પ્રોડ્યૂસર અજય દેવગણ છે. કાજોલની સાથે સાથે આ ફિલ્મમાં મિથિલા પાલકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર લીડ રોલમાં છે અને તેનું ડિરેક્શન ‘હમ આપકે હૈ કૌન’ ફેમ એક્ટ્રેસ રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here