કાઉન્ટર્સ પર ગ્રાહક પાસેથી કેરી બેગની કિંમત ન વસૂલી શકાય

0
21
Share
Share

ગ્રાહકોને અલગથી લેવામાં આવતી કેરી બેગની કિંમતની અને ગુણવત્તાની જાણ હોવી જોઈએ એવું આયોગનું તારણ

નવી દિલ્હી, તા. ૨૮

શોપિંગ મોલ્સમાં ખરીદી બાદ કેશ કાઉન્ટર્સ પર ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિક બેગના પૈસા વસૂલવાના ટ્રેન્ડ પર રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે મનાઇ ફરમાવી છે. આયોગે એક મોલની અપીલને ફગાવતા કહ્યું હતું ગ્રાહકોને અલગથી લેવામાં આવતી કેરી બેગની કિંમત અંગે જાણ હોવી જોઇએ. ગ્રાહકોને બેગની ગુણવત્તાની જાણ પણ હોવી જોઇએ.

આયોગે આ મુદ્દે એવી ટકોર પણ કરી હતી કે ગ્રાહકોને ખરીદી પહેલા કેરી બેગની ગુણવત્તા અને કિંમતની માહિતી હોવી જોઇએ જેથી તેઓ નિર્ણય લઇ શકે કે એ સ્થળેથી સામાન ખરીદવો કે નહીં. એવુ ન બનવુ જોઇએ કે, ગ્રાહકો સામાન ખરીદીને કાઉન્ટર આવે ત્યારે બેગની કિંમત જણાવવામાં આવે અને બિલમાં ઉમેરીને વસૂલી લેવાય.

આયોગે આદેશ આપ્યા હતા કે શોપિંગ મોલ્સ કેરી બેગ વિશે એન્ટ્રી પોઇન્ટ પર જ સાઇન બોર્ડ કે અલગ માધ્યમ દ્વારા ગ્રાહકોને આ અંગેની માહિતી આપી બેગની ગુણવત્તા અને કિંમતનો ખુલાસો કરે. ગ્રાહક અદાલત સામે આ મુદ્દો ઉભો હતો કે સામાન ખરીદ્યા પછી પેયમેન્ટ કાઉન્ટર પર ગ્રાહકો પાસેથી કેરી બેગની ફાવે એટલી કિંમત વસૂલવી, એ કેટલુ વ્યાજબી હતું. જીલ્લા અને રાજ્ય અદાલતે આ મુદ્દે શોપિંગ મોલ્સના વિરુદ્ધ નિર્ણય લીધો હતો.

આ મુદ્દે રાષ્ટ્રીય ગ્રાહક આયોગના પ્રમુખ સભ્યનું કહેવુ હતું કે રિટેલ દુકાનો પર કેરી બેગના વધારાના પૈસા વસૂલાતા નથી, જેથી ગ્રાહકો સરળતાથી સામાન ઘરે લઇ જઇ શકે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here