’કાઈ પો છે’ના ૫૩ વર્ષીય કો-એક્ટર આસિફ બસરાએ કરી આત્મહત્યા

0
17
Share
Share

ધર્મશાલા,તા.૧૨

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ’કાઈ પો છે’ ફૅમ એક્ટર આસિફ બસરાએ આજે એટલે કે ૧૨ નવેમ્બરના રોજ બપોરના સમયે આત્મહત્યા કરી હતી. આસિફે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મેક્લોડગંજમાં જોગિબાડા રોડ પર આવેલા એક કેફેની નજીક સુસાઈડ કર્યું હતું. આસિફે આવું પગલું કેમ ભર્યું, તેની માહિતી હજી સુધી સામે આવી નથી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આસિફ છેલ્લાં પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અહીંયા તેમની સાથે એક વિદેશી મહિલા મિત્ર પણ રહેતી હતી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. આસિફ ગુરુવાર, ૧૨ નવેમ્બરના રોજ પાલતુ કૂતરા સાથે ફરવા નીકળ્યા હતા. ઘરે આવીને તેમણે પાલતુ કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો હતો. પોલીસને શરૂઆતની તપાસમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે.

કાંગડાના જીઁ વિમુક્ત રંજનના મતે, શરૂઆતની તપાસમાં ડિપ્રેશનની વાત સામે આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ૫૩ વર્ષીય આસિફ બસરા ’પરઝાનિયાં’, ’બ્લેક ફ્રાઈડે’ ઉપરાંત હોલિવૂડ મૂવી ’આઉટસોર્સ’માં પણ જોવા મળ્યા હતા. ’વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં ઈમરાનના પિતાનો રોલ પ્લે કર્યો હતો. ૧૯૯૮માં આસિફે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. આસિફે ગુજરાતી ફિલ્મ ’રોંગ સાઈડ રાજુ’માં પણ કામ કર્યું હતું. તેમણે ’હોસ્ટેજ’ તથા ’પાતાલ લોક’ જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here