કાઈપો છેના ૩ અભિનેતાએ છ મહિનામાં જીવ ગુમાવ્યા

0
29
Share
Share

અમદાવાદ, તા.૧૪

વર્ષ ૨૦૨૦માં એકબાજુ જ્યાં કોરોના વાયરસની મહામારી ચાલુ છે ત્યાં બીજી બાજુ કેટલાંક બોલિવૂડ સેલેબ્સના નિધનના દુઃખદ સમાચાર પણ મળ્યા છે. ગઈકાલે બોલિવૂડ એક્ટર આસિફ બસરાનું નિધન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. હિમાચલ પ્રદેશમાં મૃત્યુ પામેલા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે કે શું? તે અંગેની વધુ પોલીસ તપાસ ચાલી રહી છે. આ પહેલા જ ગત અઠવાડિયે ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર-ડિરેક્ટર આશિષ કક્કડનું હાર્ટઅટેકના કારણે નિધન થઈ ગયું. અહીં નોંધનીય છે કે આ બંને એક્ટર આશિષ કક્કડ અને આસિફ બસરાએ વર્ષ ૨૦૧૩માં આવેલી બોલિવૂડ ફિલ્મ ’કાઈ પો છે’માં એક્ટિંગ કરી હતી. ’કાઈ પો છે’ એ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ હતી. સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષે તારીખ ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ જીવ ગુમાવ્યો હતો. ફિલ્મ ’કાઈ પો છે’ના આ ત્રણેય એક્ટરનું ૬ મહિનાના સમયગાળામાં મોત થતા તેમના ફેન્સને આઘાત લાગ્યો છે.

ભારતના જાણીતા અંગ્રેજી લેખક ચેતન ભગતની નવલકથા ધ ૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ આધારિત ફિલ્મ ’કાઈ પો છે’નું ઘણું ખરું શૂટિંગ ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં થયું હતું. ગુજરાતના બેકગ્રાઉન્ડ આધારિત ફિલ્મ ’કાઈ પો છે’ એ સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેના પરફોર્મન્સની ભારે પ્રશંસા થઈ હતી. તેણે આ ફિલ્મમાં ઈશાન ભટ્ટનું ગુજરાતી પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અમિત સાધ અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષે તારીખ ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ જીવ ગુમાવ્યો હતો.વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ ’કાઈ પો છે’માં એક્ટર આસિફ બસરાએ નાનકડો પણ મહત્વનો રોલ ભજવ્યો હતો.  તેમણે આ ફિલ્મમાં ક્રિકેટ શીખી રહેલા અલી નામના છોકરાના પિતા નસીર હાશ્મીનું પાત્ર ભજવ્યું હતું. ગઈકાલે આ એક્ટર આસિફ બસરાનું નિધન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. હિમાચલ પ્રદેશમાં મૃત્યુ પામેલા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે કે શું? તે અંગેની વધુ પોલીસ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે એક્ટર આસિફ બસરા તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા.

હાલમાં જ ગુજરાતી સિનેમાના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને એક્ટર આશિષ કક્કડનું નિધન થયું છે. વર્ષ ૨૦૧૩માં આવેલી સુશાંત સિંહ રાજપૂતની ડેબ્યૂ ફિલ્મ ’કાઈપો છે’માં આશિષ કક્કડે મહત્વનો રોલ ભજવ્યો હતો. ’કાઈપો છે’ ફિલ્મમાં આશિષ કક્કડે ’વિશ્વાસ’ નામનું પાત્ર ભજવ્યું હતું. જે એક્ટર અમિત સાધ ઉર્ફે ઓમીના મામા બિટ્ટુ જોષીના સહાયક તરીકે જોવા મળ્યા હતા. આશિષ કક્કડનું હાલમાં જ કોલકાતા ખાતે હાર્ટઅટેકના કારણે નિધન થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here