કલ્યાણપુર : રાવલ ગામે ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા

0
15
Share
Share

મીઠાપુર તા. ૮

રાજકોટ રેન્જના ડીઆઇજીપી સંદીપસિંહે રેન્જમાં ઇન્ટરનેટ તથા કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમાડતા શખ્સો પકડી પાડવા સાયબર ક્રાઇના પો.ઇન્સ. આર.એ. ડોડીયાને સુચના આપી છે.સ પોલીસને ખાનગીરાહે હકિકત મળેલ કે દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના રાવલ ગામે જાહેરમાં અમુક શખ્સ આઇપીએલ-ર૦ર૦ મેચ ઉપર મોબાઇલ ફોનમાં આઇડી મારફતે હારજીતનો રનફેર સટ્ટા બેટીંગનો જુગાર રમે છે.

આ જગ્યાએ સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી તથા મીતેશભાઇ પટેલે રેઇડ કરતા જગ્યા પરથી (૧) રાજુભાઇ ભીખાભાઇ મકવાણા રહે. રાવલગામ, ડાડાફળી તથા (ર) આનંદભાઇ ઇબ્રાહીમભાઇ પુંજાણી રહે. રાવલગામ ખોજાખાના પાસે મોબાઇલ નંગ ર કિ. રૂ.૧૦૦૦૦ તથા રોકડા રૂ.૩૪૦૦ મળી કુલ રૂ.૧૩૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણ સર અટક કરી છે. ફરાર આરોપી મનીષભાઇ વારોતરીયા રહે. રાવલગામ વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here