કલ્યાણપુર પંથકમાં નદીનાં પ્રવાહમાં ત્રણ તણાયા, બેનાં મોત, એકનો બચાવ

0
24
Share
Share

મીઠાપુર, તા.૧૭

જામ કલ્યાણપુર તાલુકાના હડમતીયા પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં ત્રણ લોકો તણાયા જેમા બેના મૃત્યુ અને એકનો બચાવ થયો હતો. બારાડી પંથક સતત એક સપ્તાહથી વરસી રહેલ વરસાદને કારણે હાલ આ પંથકમાં લીલાદુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ પામી છે લગભગ ખેતરો સતત વરસી રહેલ વરસાદને કારણે નાળા પાણીથી ભરાયા છે જેને લીધે આ પંથકના લગભગ પાકો ફેલ થઈ શકે છે સાથે સતત વરસાદને કારણે વરસાદી આકસ્મિક બનાવો પણ સપાટી પર આવ્યા છે.

ગત તા.૧૫ ના રોજ જામ કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામની સીમમાંથી પસાર થતી ભંગી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં જયદીપભાઈ જોષી, મશરીભાઈ રાવલીયા, રણમલભાઈ વરૂ પાણીમાં તણાયા હતા. જેની જાણ નદીના આજુબાજુના ખેડૂતોને થતા નાળા વગેરે નદીમાં નાખી આ ત્રણને બચાવવાની કોશિસ કરેલ જેમા રણમલભાઈ વરૂએ નાળા પકડી લેતા બચી જવા પામેલ. જ્યારે જયદીપભાઈ જોષી તેમજ રણમલભાઈ વરૂ આગળ ભોગાત ગામ બાજુ જતી આ નદીના રસ્તામાં એનડીઆરએફની ટીમ તેમજ ગ્રામજનોને થતા ત્યાં બચાવવાની કોશિસ કરેલ પરંતુ ત્યાં કામિયાબ થયેલ ન હતા, આ નદી આગળના રસ્તે સાંજ સુમારે મસરીભાઈ રાવલીયાની લાશ એનડીઆરએફની ટીમને મળતા તેને પીએમ માટે ખસેડવામાં આવેલ પરંતુ હજુ એક શખ્સ જયદીપભાઈ જોષીનો રાત્રી કોઈ અતો પતો મળવા પામેલ ન હતો.

આજ નદીના પાણી ઓસરતા ફરી તપાસ ચાલુ કરવામાં આવેલ જેમા સાંજે બનાવ સ્થળથી આગળ જયદીપભાઈ જોષીની લાશ મળવા પામેલ જે ઘટનામાં ટોટલ મૃત્યુ આંક બે થયેલ છે. જાણવા મળેલ વિગતો મુજબ આ ત્રણે લોકોમાં મસરીભાઈ રાવલીયા એક્સ આર્મીમેન હતા તેમજ આ ત્રણે બાજુમાં આવેલ કેર્ન ઈન્ડિયા કંપનીમા જોબ કરતા હતા. સતત વરસાદ હોવા છતા સ્વાતંત્રદિનની ઉજવણી ઝંડાને સલામી આપવા જતા હોવાનુ પણ જાણવા મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here