કલ્યાણપુર પંથકમાં ખનીજચોરી પકડાતા ફોજદારની કરાઈ બદલી

0
49
Share
Share

મીઠાપુર, તા.૨૩

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ નજીક એક લીઝની જમીનમાંથી નાનામોટા અને રૂપિયા અઢી કરોડના વાહનો સાથે સાત શખ્સોને ખનીજચોરી કરતા આર.આર.સેલ વિભાગે દરોડો પાડી ઝડપી લીધા હતા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન કલ્યાણપુર પંથકનું પોલીસ તંત્ર તથા સરકારી તંત્ર ઊંઘતું ઝડપાઈ હોય તેમ આટલા મોટા પ્રમાણમાં થઈ રહેલ ખનિજ ચોરી અંગે અને સવાલો તથા આક્ષેપો ઊભા થયા હતા.કલ્યાણપુર તાલુકામાં થતી ખનીજચોરીમાં પોલીસ તંત્રની સાંઠગાંઠના આક્ષેપો વચ્ચે આર.આર.સેલના આ દરોડાથી જિલ્લા પોલીસ વડા રોહન આનંદએ આકરુ વલણ અખત્યાર કરી, કલ્યાણપુરના પી.એસ.આઈ. ઝેડ. એલ. ઓડેદરાને તાત્કાલિક અસરથી કલ્યાણપુર પંથકનો ચાજર્ છોડાવી, તેમને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં, પી.એસ.આઈ. ઓડેદરાની તાકીદની અસરથી બદલી કરી, તેમનો ચાજર્ એલ.આઈ.બી.ના પી.આઈ. વાગડિયાને સોંપી દેવામાં આવ્યો છે. આ સાથે કલ્યાણપુરના સમગ્ર બોકસાઇટ ચોરી પ્રકરણ તથા દરોડાના આ સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય જિલ્લાની એજન્સીને સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે. આમ કલ્યાણપુર તાલુકામાં આર.આર.સેલના દરોડાએ ભૂમાફિયાઓ તથા સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે દોડધામ સાથે ચકચાર પ્રસરાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here