કલ્યાણપુર : ગોકલપર ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર પાડોશી શખ્સ ઝડપાયો

0
18
Share
Share

મીઠાપુર, તા.૨૧

જામકલ્યાણપુર તાલુકાના નાના એવા ગોકલપર ગામે સર્મસાર કરતો બનાવ બનવા પામ્યો હોવાના બનાવથી નાના એવા ગામમાં ચર્ચાનુ કેન્દ્ર બનવા પામ્યું છે.

વિગત એવી છે કે ભાટીયા છ કી.મી. દુર નાના એવા ગોકલપર ગામે એક ૧૨ વર્ષને આઠ મહિનાની સગીરા પર પાડોશમાં રહેતો રાજા લખમણ કછેટીયા ઉ.વ.૩૧ એ ભોગ બનનાર સગીરા ઉપર આંખ બગાડતા સતત એક વર્ષ દરમ્યાન ભોગ બનનારના ઘરે તેમજ વાડી ખેતરોમાં ઉપાડી જયને દુષ્કર્મ ગુજાર્યુ હતુ તેમજ કોઈને કહીશ તો મારી નાખવાની ધમકીને કારણે ગભરાઈને કોઈને કહેવાનું ટાળતી રહી હતી પરંતુ સતત સગીરાના વર્તનમાં પરિવર્તન આવતા શંકા જતા તેના પરિવારજનો દ્વારા પુછાતા અંતે સગીરાએ પોતાની સાથે થતા અત્યારની વાતની ખબર તેણીના પરિવારને થતા સગીરાના પરિવારજનો દ્વારા પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવેલ હતી. ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ જામકલ્યાણપુર પો.સ્ટે.ના પી.એસ.આઈ. વાગડીયા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here