કલ્યાણપુરનાં પાનેલી ગામે બસ સ્ટેશન તોડીને દુકાનો બની ગઈ

0
9
Share
Share

આ મામલાની ફરીયાદ પણ થઈ છે !!

મીઠાપુર, તા.૧૬

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા પાનેલી ગામે બસ સ્ટેન્ડ તેમજ વૃક્ષોનુ કાસડ કાઢી નાખીને તે સ્થળે દુકાનનુ ચણતર કરી લેવામાં આવતા સરપંચ, ઉપસરપંચ અને તલાટી વિરૂઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે. આ ફરીયાદ તાલુકા અને જીલ્લાનાં અધિકારી પાસે કરવામાં આવી છે. પાનેલી ગામના બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરી નાખીને, ઠરાવો કરી નાખીને દુકાનો બનાવ્યાની ફરીયાદ કરતા ભારે દોડધામ મચી જવા પામી છે.

આ ગામે રોડ પર જ બસ સ્ટેન્ડ હતુ જેમાં પાનેલીના સરપંચ કેસુર દેવસી અને તેમના મળતીઓ દ્વારા બસ સ્ટેન્ડ તોડીને દુકાનો બનાવી લેવામાં આવી છે. તાલુકા અને જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ થતા રોજકામ પણ કરવામાં આવેલ હતુ. આ બનાવથી ભયભીત થયેલ સરપંચે તા.૩/૯ ના રોજ ખાસ સભાનું આયોજન કર્યુ અને તેમાં પણ લેખીત વિરોધ થયો હતો. પબ્લીક પ્રોપટર્ી એકટ ૧૯૮૪ મુજબ અપરાધ નોંધી કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદ થઈ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here