કલ્યાણપુરઃ વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે બાઈક સ્વાર ઝડપાયો

0
19
Share
Share

મીઠાપુર, તા.૮

કલ્યાણપુરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર હાબરડી ગામ પાસેથી સ્થાનિક પોલીસે પસાર થતી જી.જે. ૩૭ એફ. ૧૮૭૧ નંબરના મોટરસાયકલ પર જતા રાણ ગામના જોધા ભીખાભાઈ સાખરા નામના ૪૦ વર્ષના ગઢવી યુવાનને રુપિયા ૫,૬૦૦ની કિંમતની ૧૪ બોટલ વિદેશી દારુ સાથે ઝડપી લીધો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે રુપિયા ૧૦ હજારની કિંમતની મોટરસાયકલ તથા રુપિયા પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રુપિયા ૨૦,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારુનો આ જથ્થો તેણે ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના જુવાનસંગ ભીખુભા જાડેજા પાસેથી વેચાતો લીધો હોવાનું કબુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

બીયરના ટીન સાથે  શખ્સ ઝડપાયો

ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે રહેતા ગઢવી તેજા વિરપાર મશુરા નામના ૨૯ વર્ષના શખ્સને સલાયા પોલીસે ચેકપોસ્ટ પાસેથી જી.જે.૧૦ વાય ૯૫૬૮ નંબરની બોલેરો ગાડીમાં બીયરના ટીન સાથે ઝડપી લીધો હતો.

આ દરોડા પોલીસે રુપિયા દોઢ લાખની કિંમતની બોલેરો રુ. પાંચ હજારની કિંમતમાં એક મોબાઇલ ફોન તથા ૬૦૦ ની કિંમતના છ ટીન બિયર મળી કુલ રુપિયા ૧,૫૫,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here