કલ્યાણપુરઃ જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

0
15
Share
Share

મીઠાપુર, તા.૨૯

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની સીમમાં ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, આ સ્થળે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા કિશન સાજણભાઈ કોડીયાતર, નારણ ભીમશીભાઈ વસરા, ચંદ્રવિજયસિંહ યશવંતસિંહ સરવૈયા, લગધીર અરભમભાઈ મેર અને લગધીરસિંહ ચંદ્રસિંહ ચુડાસમા નામના પાંચ  શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા પાંચ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૩૬,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

જુગાર રમતા બે ઝડપાયા

મીઠાપુરમાં કાંકરી ગેઈટ પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો નામની ગેમ ડાઉનલોડ કરી, પૈસાની હાર-જીત  કરી રહેલા નિલેશ મનસુખભાઈ પંચમતીયા અને શબીર ઉંમરભાઈ ચાવડા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા ૩૫૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here