કલ્કી વધુ ફિલ્મ કરવા તૈયાર

0
9
Share
Share
  • થોડાક સમય સુધી ફિલ્મોથી દુર થઇ ગઇ હતી
  • કુશળ સ્ટાર કલ્કીના બોલિવુડમાં અનેક વિવાદો રહ્યા છે

મુંબઇ,તા. ૨૯

બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી હાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવુડથી દુર રહેલી કલ્કી ફરી સક્રિય થવાની તૈયારી કરી રહી છે. તેનુ કહેવુ છે કે કોરોના વાયરસના કારણે તમામ લોકોની લાઇફ અટવાઇ પડી છે. લોકો મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને નાના કલાકારો વધારે મુશ્કેલી વધારે અનુભવ કરી રહ્યા છે. જો કે તે આશાવાદી છે કે ફિલ્મ ઉદ્યોગ ટુંકમાં ફરી સક્રિય થઇ જશે. કલાકારો ફરી વ્યસ્ત બની જશે. અભિનેત્રી કલ્કી કોચલિને કહ્યુ છે કે તે આ બાબતની ચિંતા કરતી નતી કે બોલિવુડમાં તે ફિટ બેસે છે કે કેમ પરંતુ તે બોલિવુડ ફિલ્મોમાં સ્થાન જમાવી લેવામાં સફળ રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડ્‌સ્ટ્‌રીઝમાં તેને કામ મળી રહ્યુ છે તે તેના માટે ખુબ સારી બાબત છે. સ્પર્ધા હોવા છતાં કલ્કી બોલિવુડમાં સ્થાન જમાવી લેવામાં સફળ પુરવાર થઇ છે. કેટલાક પુરૂષો સાથે તેના સંબંધની ચર્ચા પણ સતત રહી  છે. તેનુ કહેવુ છે કે તે કોઇ ફિલ્મની રચનાત્મક પ્રક્રિયાને પ્રેમ કરે છે. આમાં જ ખુશી મળે છે. એક ઇન્ટરવ્યુમાં હાલમાં કલ્કીએ કહ્યુ હતુ કે તે ભારતીય સિનેમા તેની જગ્યા બનાવી ચુકી છે અને હવે વધારે તકલીફ આવી રહી નથી. તેનુ કહેવુ છે કે તેને કેટલી પાર્ટીમાં બોલાવવામાં આવી અને કેટલી પાર્ટીમાં ગઇ તેની તેને ચિંતા નથી. તેને માત્ર કામ પસંદ છે. પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે તે સતત પ્રયાસ કરે છે. કલ્કી બોલિવુડમાં દેવ ડી , દેટ ગર્લ ઇન યલો બુટ્‌સ અને માર્ગારેટ વિધ ધ સ્ટ્રા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. કલ્કી અન્ય અભિનેત્રીઓની પ્રશંસા કરવા માટે પણ જાણીતી રહી છે. જ્યારે કલ્કીની ફિલ્મ વેટિંગ અને રાધિકા આપ્ટેની ફિલ્મ ફોબિયા બોક્સ ઓફિસ પર આવી ત્યારે કલ્કીએ રાધિકાની ભારે પ્રશંસા કરી હતી. તેનુ કહેવુ છે કે તે ટેલેન્ટને પ્રાથમિકતા આપે છે.કલ્કી તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચુક્ી છે. જેમાં રણબીર કપુરનો પણ સમાવેશ થાય છે. કલ્કી તેની બીજી ઇનિગ્સને લઇને આશાવાદી છે. તે નિર્માણ ક્ષેત્રે પણ જવા ઈઇચ્છુક છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here