શિકારનો પીછો કરી રહેલા દીપડાની જોરદાર છલાંગ દીપડાની ચપળતાથી લોકો ચકિત

0
33
Share
Share

૨૦ ફુટના દરવાજાને દીપડાએ સેકન્ડના દસમાં ભાગમાં ઓળંગી દીધો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી,તા.૨૮

સોશિયલ મીડિયા પર અનેકવાર કોઈને કોઈ વીડિયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા હોય છે. જોતજોતામાં તે વાયરલ પણ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે. આ વીડિયો એક દીપડાનો છે. તેમાં દીપડો પોતાના શિકારનો પીછો કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ વચ્ચે આવેલા એક ઊંચા દરવાજાને તે છલાંગ મારીને પાર કરી દે છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે, તેની પુષ્ટી નથી થઈ શકી. તેને ટ્‌વીટર પર ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ શૅર કર્યો છે. આ ઉપરાંત મુંબઈની વાઇલ્ડલાઇફ બાયોલોજિસટ નિકિત સુર્વેએ પણ શૅર કર્યો છે. આ વીડિયોને જોઈને લોકો ઘણા હેરાન છે. તેને લઈને લોકો પોતાની કોમેન્ટ્‌સ પણ કરી રહ્યા છે. વીડીયોમાં નાના પ્રાણીની તો ઓળખ નહોતી થઈ શકી. પરંતુ તેમાં જોઈ શકાય છે કે તેની પાછળ ખૂબ જ ઝડપથી દોડતો એક દીપડો જોવા મળી રહ્યો છે. આ દૃશ્ય સીસીટીવીમાં કેદ થયું છે. વીડિયોમાં નાનું પ્રાણી એક ૨૦ ફુટ ઊંચા દરવાજાની નીચેથી સરકીને ભાગવામાં સફળ રહે છે. પરંતુ પાછળ પડેલા દીપડાએ આખે આખે દરવાજો જ કૂદીને ઓળંગી દીધો. બીજી તરફ કેટલા લોકોનું કહેવું છે કે નાનું પ્રાણી કૂતરું હતું તો કેટલાકનું કહેવું છે કે તે બિલાડી હતી. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે આ ઘટના રાજસ્થાનના માઉન્ટ આબૂનો છે. આ વીડિયોને અત્યાર સુધી ૧.૨૬ લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here