કર્ણાટક સરકાર હિંસામાં સામેલ દોષિઓ પાસેથી કરશે નુકસાનની ભરપાઇ

0
26
Share
Share

બેંગ્લુરુ,તા.૧૭

કર્ણાટક સરકારની યેદિયુરપ્પા સરકાર પણ યુપીની યોગી સરકારના માર્ગે ચાલી રહી છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે તે બેંગાલુરૂ હિંસામાં સામેલ દોષિતોની સંપત્તિઓને જપ્ત કરીને નુકસાનની ભરપાઇ કરશે.

મુખ્યપ્રધાન યેદિયુરપ્પા ટિ્‌વટ કરીને કહ્યું કે, અમારી સરકારે કેજી હલ્લી અને ડીજી હલ્લીમાં થયેલી હિંસક ઘટનાઓમાં સાર્વજનિક અને ખાનગી સંપત્તિના નુકસાનીનું આંકલન કરવા અને દોષિત પાસેથી ખર્ચ વસુલવાનો નિર્ણય કર્યો છે.

યેદિયુરપ્પાએ કહ્યું કે ઘટનાની વિસ્તૃત તપાસ કરવા માટે એક તપાસ ટીમની રચના પહેલા જ કરવામાં આવી છે. બેંગાલુરૂમાં ગત દિવસોમાં થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં ૩૫૦ લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે હિંસાગ્રસ્ત વિસ્તારમાં ૧૮ ઓગષ્ટ સુધીમાં કલમ ૧૪૪ લાગુ છે. ટોળાએ અનેક વાહનોને આગના હવાલે કરી દીધા હતા. તેમજ ઘણા મકાનોમાં પણ આગચંપી કરી દીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here