કર્ણાટકમાં ફરી નાટક શરૂ!, પાંચ મંત્રીઓએ બેઠક યોજાતા અટકળો તેજ

0
29
Share
Share

બેંગ્લુરુ,તા.૨૩

કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદીયુરપ્પાનું સ્થાન જોખમમાં હોવાની અટકળો ફરી તેજ બની હતી. કર્ણાટકના પાંચ પ્રધાનોએ આ મુદ્દે ગઇ કાલે રાત્રે એક બેઠક યોજી હતી અને યેદીયુરપ્પા જાય તો એમના વિકલ્પ રૂપે કોણ મુખ્ય પ્રધાન બને એની ચર્ચા કરી હતી.

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસથી એવી વાતો ચાલી રહી હતી કે યેદીયુરપ્પાની વિદાય નિશ્ચિત હતી. જો કે આ અટકળો પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું હતું એ સ્પષ્ટ નહોતું. અત્યારે કર્ણાટકમાં પણ કોરોનાના અસંખ્ય કેસ બની રહ્યા છે. રાજ્યના સિનિયર પ્રધાન સુધાકરના બંગલે ગઇ રાત્રે પાંચ પ્રધાનોએ બેઠક યોજીને ચર્ચા કરી હતી.

આ બેઠકમાં સુધાકર ઉપરાંત બીએસ પાટિલ, આનંદ સિંઘ, સોમશેખર અને (અપક્ષ ધારાસભ્ય) નાગેશ હાજર હતા. અત્રે એ યાદ રહે કે સિદ્ધારામૈયાની સરકારનું પતન થયું ત્યારે તેમના ઘણા સાથીદારો યેદીયુરપ્પાની સાથે જોડાયા હતા. એવા ઘણા પક્ષપલટુઓને યેદીયુરપ્પાએ પ્રધાનપદ આપ્યું હતું. હવે જો યેદીયુરપ્પા પોતે મુખ્ય પ્રધાન ન રહે તો પક્ષપલટો કરીને તેમની સાથે જોડાયેલા ધારાસભ્યોનું ભાવિ કેવું રહે એ ચર્ચાનો વિષય બન્યો હતો.

અત્યાર અગાઉ કર્ણાટકના એક કરતાં વધુ સ્થાનિક મિડિયાએ યેદીયુરપ્પા જઇ રહ્યા છે એવા અહેવાલો વહેતા કર્યા હતા. એવા સમયે ભાજપે આ અહેવાલોને રદિયો આફ્યો હતો. કર્ણાટક ભાજપના પ્રવક્તા ગણેશ કાર્તિકે સતત રદિયો આપ્યો હતો.

પરંતુ હવે અટકળો વધુ તેજ બની ગઇ હતી. યેદીયુરપ્પાને રજા આપવા પાછળ તેમની વધતી જતી ઉંમરનો મુદ્દો પણ  હતો. ઉપરાંત એમના જ ઘણા પ્રધાનો એમના પર નારાજ હતા. વિધાનસભાની ચૂંટણી આવી પડે એ પહેલાં ભાજપ નેતૃત્વ બદલીને રાજ્યમાં પોતાનું સ્થાન સુદ્રઢ કરવા માગે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here