કર્ણનનું ટીઝર રિલીઝ : ધનુષનો અવતાર મચાવી રહ્યો છે તહેલકા

0
27
Share
Share

આ ટીઝમાં ધનુષ્ડનો ઇંટેંસિવ લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે : ફિલ્મ એપ્રિલ ૨૦૨૧માં રિલીજ થશે

મુંબઈ,તા.૧

સુપરસ્ટાર ધનુષના  ફેન્સ માટેઆજનો દિવસ ખાસ છે. કારણ કે આજે અભિનેતા ધનુષ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ કર્ણન નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝને લઇને પણ જાણકારી આપવામાં આવી છે. આ ટીઝમાં ધનુષ નો ઇંટેંસિવ લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ ફિલ્મમાં પહેલીવાર ધનુષ એ સેલ્વારાજ સાથે કામ કર્યું છે. ફિલ્મ કર્ણન નું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. ફિલ્મનું જોરદાર ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મના ટીઝરમાં વધુ એક સરપ્રાઇઝ છુપાયેલી છે. આ ટીઝર દ્રારા ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.  આ ટીઝરને રિલીઝ કરતાં મેકર મેલ્વારાજએ કેપ્શનમાં લખ્યું છે, જુઓ, કોઇ નથી જે આવે અને લડે. કર્ણનના ટીઝરની જાહેરાત કરતાં ખુબ ખુશ છું. ત્યારબાદથી જ ટિ્‌વટર પર કરી રહ્યું છે. આ ટીઝરને ૪ કલાકમાં ૫ લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે.  ટીઝરમાં ધનુષના લુકની વાત કરીએ તો તે ધોની અને બનિયાનમાં દોડતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે હાથમાં તલવાર માટે કોઇની રાહ જાડિઝ થશેતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં લખવામાં આવ્યું કે ફિલ્મ એપ્રિલ ૨૦૨૧માં રિલીજ થશે. પરંતુ એ જણાવવામાં આવ્યું નથી કે ફિલ્મ કઇ તારીખે રિલીઝ થશે.

તમને જણાવી દઇએ કે ફિલ્મનું નિર્માણ કલાઇપુલી એસ થાનું દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલમ તિરૂનેવલી પાસે સર્જાયેલી એક સત્ય ઘટના પર આધારિત છે. એક્શન ડાયરેક્ટર લાલ અને નટરાજન પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું મ્યૂઝિક સંતોષ નારાયણે આપ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here