કરીના -સ્વરા સાથે ચમકશે

0
34
Share
Share

મુંબઇ,૨૭

લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર અને સ્વરા ભાસ્કર તેમજ સોનમ કપુરની ત્રિપુઠી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યાહોવા છતાં સ્થિતી હળવી કરીને તમામ ગતવિધી ફરી શરૂ કરવામાં આવી છે. ફિલ્મના શુટિંગને પણ હવે હાથ ઘરવામાં આવ્યા છે. તમામ સુરક્ષા નિયમો પાળીને શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામા આવ્યા છે. હવે વીર ધી વેડિંગના બીજા ભાગ પર કામ શરૂ કરાયુ છે. સ્વરા અને કરીના ફરી સાથે દેખાશે.  પોતાના પ્રકારની પ્રથમ મહિલા પ્રધાન ફિલ્મ વીરે ધી વેડિંગને  બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળ્યા બાદ તેની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. ફિલ્મને સારી સફળતા મળ્યા બાદ નિર્માતા નિર્દેશકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. હવે આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની હિલચાલ શરૂ કરવામાં આવી ચુકી છે. વીરે ધી વેડિંગ જંગી કમાણી કરી હતી.  જેથી એકતા કપુર અને રિયા કપુર ફિલ્મની સિક્વલ ફિલ્મ પર કામ શરૂ કરી ચુક્યા છે. ટુંક સમયમાં જ આ સંબંધમાં વિગત જાહેર કરવામાં આવનાર છે. ફિલ્મમાં કરીના કપુર, સોનમ કપુર, સ્વરા ભાસ્કર તેમજ શિખા તલ્સાનિયાની મુખ્ય ભૂમિકા હતી.ફિલ્મને શરૂઆતથી જ સારી સફળતા મળી હતી.  આ પોતાના પ્રકારની પ્રથમ મહિલા પ્રધાન ફિલ્મ હતી.  ફિલ્મની નિર્માત્રી રિયાકપુર અને એકતા કપુર સિક્વલ બનાવવા વિચારી રહ્યા હોવાના હેવાલ આવ્યા છે. હાલમાં રિયા અને એકતા કપુર એક સાથે ડિનર લેતા નજરે પડ્યા હતા. આ ડિનર પર સિક્વલ ફિલ્મને લઇને ચર્ચા થઇ હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મમાં પોતાની ભૂમિકાના કારણે લોકપ્રિયતા મેળવી રહેલી સ્વરા ભાસ્કરે કહ્યુ છે કે જો સિક્વલ બનશે તો તેને વધારે ખુશી થશે. કારણ કે ફિલ્મ ખુબ શાનદાર રહી હતી. ફિલ્મમાં સોનમ કપુર અને કરીના કપુરની પણ યાદગાર ભૂમિકા રહી  હતી.  ફિલ્મમાં ચાર મિત્રો પોતાની લાઇફ સાથે સંઘર્ષ કરતા નજરે પડે છે અને તેમના દિલ તુટે છે. બોલિવુડ માટે આ કોઇ નવા કોન્સેપ્ટ તરીકે નથી પરંતુ વીરે ધી વેડિંગ અલગ કેટલાક કારણોસર છે. કારણ કે ચાર મિત્રો આમાં યુવતિઓ છે. આ ચારેય યુવતિઓ પોત પોતાની શરત પર જીવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here