કરીના કપૂર અને સૈફ અલી ખાનનું નવું ઘર તૈયાર થઈ ગયું

0
18
Share
Share

છેલ્લા કેટલાક મહિનાથી સૈફ અલી ખાન સતત ત્યાં કેવું કામ થઈ રહ્યું છે તે ચકાસવા માટે નિયમિત જતો હતો

મુંબઈ,તા.૧૩

કરીના કપૂર અને સૈફ અલી ખાનના સપનાનું નવું ઘર સજીને તૈયાર થઈ ગયું છે. હવે, આ બંને દીકરા તૈમૂરને લઈને ત્યાં રહેવા જશે. કરીના અને સૈફનું નવું ઘર હાલ તેઓ જ્યાં રહે છે તેની સામેની બિલ્ડિંગમાં છે, જ્યાં તેમણે બે માળ ખરીદ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી સૈફ સતત ત્યાં કેવું કામ થઈ રહ્યું છે તે ચકાસવા માટે નિયમિત જતો હતો. કરીના પણ અત્યારસુધીમાં ઘણીવાર તે બિલ્ડિંગમાં અંદર જતી અને બહાર નીકળતી જોવા મળી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કપલ ફોર્ચ્યુન હાઈટ્‌સમાં રહે છે. સોમવારે રાતે, કરીનાની ફ્રેન્ડસ મલાઈકા અરોરા, અમૃતા અરોરા અને બહેન કરિશ્મા કપૂરે એક સરખી તસવીર શેર કરી હતી અને તેનું કેપ્શન પણ એક સરખું લખ્યું હતું. જેના પરથી તે સ્પષ્ટ થતું હતું કે, એક્ટ્રેસ નવી શરુઆત કરવા જઈ રહી છે. કરીનાએ પણ નવા ઘરમાં શિફ્ટ થવાની હોવા તરફ ઈશારો કર્યો હતો. સેલિબ્રિટી કપલનું જે નવું ઘર છે તે કરીના-સૈફ અને તેમના બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, આ નવા ઘરમાં મોટી લાયબ્રેરી, ગોર્જિયસ ટેરેસ, નાની નર્સરી, વિશાળ રુમ છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, સૈફ અને બોબનું નવું ઘર દર્શિનિ શાહે ડિઝાઈન કર્યું છે. જે દિનેશ વિઝાન, ઈમ્તિયાઝ અલીની નવી ઓફિસ તેમજ સૈફ-કરીનાનું ફોર્ચ્યુન હાઈટ્‌સમાં આવેલું ઘર ડિઝાઈન કરી ચૂકી છે. કરીના અને સૈફ એમ બંનેએ અગાઉ નવા ઘરમાં શિફ્ટ થવા વિશે વાત કરી હતી. પરંતુ આજે જ્યારે અમારા સહયોગીએ સૈફનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેના તરફથી કોઈ ઉત્તર મળ્યો નહોતો. પરંતુ જ્યારે કરીનાના પિતા અને એક્ટર રણધીર કપૂરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હા, તેઓ નવા ઘરમાં રહેવા જવાના છે, જે તેમણે કેટલાક વર્ષ પહેલા ખરીદ્યું હતું. તેઓ જવાના છે એની જાણ છે પરંતુ ક્યારે જશે તેની ખબર નથી. છેલ્લા કેટલાક સમયથી તમે કેમ નથી જોવા મળતા તેમ પૂછતાં તેમણે કહ્યું કે, મહામારી હજુ કતમ નથી નઈ. તેણે દરેક લોકોના જીવનને બદલી નાખ્યા છે. આ પોતાની સાવચેતી છે. હું મારા પરિવારના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા નથી માગતો. હું કોઈ પણ પ્રકારના ખતરમાં કોઈને પણ મૂકવા નથી ઈચ્છતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here