કરિના અને તૈમુર સૈફ સાથે દિવાળી ધર્મશાલામાં ઉજવશે

0
17
Share
Share

પર્વતોની વચ્ચે ટ્રાવેલ કરવાનું, ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું, સૂર્યપ્રકાશમાં સમય વિતાવવો મજેદાર બની રહેશેઃ કરિના

મુંબઈ, તા. ૧૩

સૈફ અલી ખાન ફિલ્મના શૂટિંગને લઈને ધર્મશાલામાં છે. તેથી કરીના કપૂર અને તૈમૂર આ વખતે દિવાળીની ઉજવણી તેની સાથે ધર્મશાલામાં કરવાના છે. ત્યારે કરીના અને તૈમૂર ધર્મશાલા જવા ઉપડી ગયા છે. તેઓ હાલમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

અગાઉ કરીના કપૂરે કહ્યું હતું કે, ’સૈફ ધર્મશાલામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. હું ત્યાં ક્યારેય નથી ગઈ એટલે તૈમૂર અને હું ધર્મશાલા જવાના છીએ. પર્વતોની વચ્ચે ટ્રાવેલ કરવાનું અને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું અને સૂર્યપ્રકાશમાં સમય વિતાવવો મજેદાર બની રહેશે. એક વર્ષ થઈ ગયું છે જ્યાં અમારે આટલો બધો સમય ઘરમાં રહેવું પડ્યું છે. માટે જ ધર્મશાળા જવું અને ત્યાં સમય વિતાવવો સુખદ રહેશે’

કરીનાએ તેમ પણ કહ્યું હતું કે, ’અમે આ વખતે શાંત દિવાળી ઉજવીશું અને શક્ય હોય તેટલો સમય ખુલ્લામાં વિતાવીશું. આ વખતે દિવાળીની ખૂબ મોટી ઉજવણી નહીં હોય તે ચોક્કસ છે અને હું તેનાથી ખુશ છું. આ વખતે અમે નાનું સેલિબ્રેશન કરીશું’.

મહત્વનું છે કે, સૈફ અલી ખાન ધર્મશાલામાં આગામી ફિલ્મ ’ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સૈફ સાથે યામી ગૌતમ, જેક્લીન ફર્નાન્ડિઝ અને અર્જુન કપૂર છે. રિપોર્ટ મુજબ, અર્જુન કપૂર પણ આ વખતે ધર્મશાલામાં ’ભૂત પોલીસ’ની ટીમ સાથે જ દિવાળી સેલિબ્રેટ કરવાનો છે.

કરીના કપૂરની વાત કરીએ તો, હાલમાં જ તેના ઘરે નાનકડું ગે-ટુ-ગેધર યોજાયું હતું.જેમાં તેના ટીમ મેમ્બર્સ સામેલ થયા હતા. કરીના કપૂરની ટીમ મેમ્બર નૈના સ્વાહનેએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તૈમૂર અને કરીના સાથે એક નાનકડું બાળક જોવા મળ્યું હતું. તો એક તસવીરમાં કરીના પોતાના ટીમના સભ્યો સાથે ભોજનનો આનંદ લેતી જોવા મળી હતી. નૈનાએ તસવીરો શેર કરીને લખ્યું હતું કે, ’અમને આમંત્રિત કરવા માટે આભાર કરીના. સિયાએ અહીં તેનો પહેલો ફ્રેન્ડ બનાવ્યો છે. લવ યુ’. જણાવી દઈએ કે, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજીવાર પેરેન્ટ્‌સ બનવાના છે. ઓગસ્ટ મહિનામાં કપલે આ ગુડ ન્યૂઝ સંભળાવ્યા હતા. કરીના બીજી પ્રેગ્નેન્સીમાં પણ પોતાનું કામ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ તેણે આમિર ખાન સાથેની ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું હતું. હાલ તે પોતાના રેડિયો ટોક શોના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here