કરાચીમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

0
14
Share
Share

કનેરિયાએ કહ્યું હતું કે જો ભગવાન રામે તેને બોલાવ્યો તો તે જરૂર અયોધ્યા જશે અને રામ લલાના દર્શન કરશે

કરાચી,તા.૨૩

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા સોશિયલ મીડિયા પર સ્પષ્ટ પણે પોતાનો મત રાખવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. કનેરિયાએ પાછલા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આરોપ લગાવ્યો હતો કે મુશ્કેલ સમયમાં પીસીબી પોતાના ખેલાડીઓની સાથે ઉભુ રહેતું નથી.  કનેરિયાએએ સોમવારે પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર એક યૂટ્યૂબ ચેનલી વીડિયો લિંક અપલોડ કરી જેમાં તે પત્ની ધર્મિતા ની સાથે સત્યનારાયણ ભગવાનની કથામાં હાજરી આપતો જોવા મળી રહ્યો છે.  આ વીડિયોમાં ધર્મિતા જણાવે છે કે આ કથા તેના માતાને ત્યાં કરાચીમાં સત્યનારાયણ સ્વામી મંદિરમાં આયોજીત કરવામાં આવી છે. વીડિયોમાં દાનિશ કનેરિયા પૂજા પાઠ કરતો જોવા મળી રહ્યો છે.  લેગ બ્રેક બોલિંગ કરનાર દાનિશે પાકિસ્તાન તરફથી ૬૧ ટેસ્ટ મેચોમાં ૨૬૧ વિકેટ ઝડપી છે. ૧૮ વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં કનેરિયાના નામે ૧૫ વિકેટ નોંધાયેલી છે. કનેરિયાએ પોતાની અંતિમ ટેસ્ટ મેચ ૨૦૧૦મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. દાનિશ કનેરિયાએ પાછલા વર્ષે કહ્યુ હતુ કે જો તક મળી તો તે જરૂર અયોધ્યા જશે અને રામ લલાના દર્શન કરશે. કનેરિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે તે એક હિન્દુ છે અને ભગાન રામના ભક્ત છે. પાકિસ્તાન ટીમ પર હિન્દુ હોવાને કારણે ભેદભાવનો આરોપ લગાવનાર કનેરિયાએ ટ્‌વીટ કર્યુ હતુ કે, ’અમારા માટે, આ એક ધાર્મિક સ્થાન છે અને જો મને તક મળે તો હું ચોક્કસપણે અયોધ્યા જવાનું પસંદ કરીશ. હું એક સમર્પિત હિન્દુ છું અને હું હંમેશા ભગાન રામે દેખાડેલા માર્ચ પર ચાલવાનો પ્રયાસ કરુ છું. કનેરિયાનો જન્મ કરાચીમાં થયો હતો, પરંતુ તેનો સંબંધ ગુજરાત સાથે પણ છે. તેનો પરિવાર સુરતથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here