કરણ જોહરની પાર્ટીને લઇને એનસીબીનો મસમોટો ખુલાસો

0
22
Share
Share

એન્જસીને તેમની પાર્ટીમાં કોઇપણ પ્રકારના નશીલા પદાર્થની પુષ્ટિ થઇ નથી
મુંબઈ,તા.૨૬
કરણ જોહરનની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ દ્વારા ડ્રગ્સનું સેવન કરવાના આરોપ લાગતા રહે છે. જોકે, તેમણે હંમેશા આ આરોપોને નકાર્યા છે. તે બાદ એનસીબીએ કરણ જોહરની પાર્ટીના વીડિયોની ફોરેન્સિક તપાસ કરવાનો નિર્ણય કર્યો. જેથી હવે માલૂમ પડ્યું કે એન્જસીને તેમની પાર્ટીમાં કોઇપણ પ્રકારના નશીલા પદાર્થની પુષ્ટિ થઇ નથી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર એનસીબીએ ગુજરાતના ગાંધીનગર એફએસએળના રિપોર્ટમાં વાયરલ વીડિયો માં સેફદ રંગની ઇમેશને માત્ર રિફ્લેક્શન ઓફ લાઇટ એટલે કે પ્રકાશ ગણાવ્યો છે. સુત્રો અનુસાર દ્ગઝ્રમ્ને કોઇ શંકાસ્પદ પદાર્થ વીડિયોમાં જોવા મળ્યો નથી. વીડિયોમાં ડ્રગ્સ જેવા કોઇ પદાર્થ કે અન્ય સામગ્રી પણ જોવા મળી નથી. ઉલ્લેખનીય છે કે નેતા મનજિંદર સિરસાની ફરિયાદ બાદ એનસીબીએ કરણ જોહરની પાર્ટીનો વીડિયોની તપાસ કરી હતી.
આ પહેલા કરણ જોહરે સોશિયલ મીડિયા પર નિવેદન બહાર પાડીને આ પાર્ટી વિશે સ્પષ્ટતા આપી હતી. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘મીડિયામાં આવી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હતું. ૨૦૧૯ માં જ, મેં આવા તમામ આરોપોને નકારી દીધા છે. હાલમાં, ખરાબ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તે પાર્ટીમાં કોઈ ડ્રગનું સેવન કરવામાં આવતું ન હતું. હું તે વિશે વાત કરવા માંગું છું કે હું તે દવાઓનું સમર્થન કરતો નથી અને હું તેનો પ્રચાર કરતો નથી. કરણ જોહરે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, આવા અપમાનજનક અને ખરાબ નિવેદનો, સમાચાર લેખો મને, મારા કુટુંબ, મારા સાથીઓ અને ધર્મા પ્રોડક્શન્સને અરુચિ ધૃણા અને ઉપહાસનું પાત્ર બનાવ્યા છે.
કરણ જોહરે કહ્યું, ‘ઘણી મીડિયા ચેનલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષિતિજ પ્રસાદ અને અનુભવ ચોપરા મારા સાથીઓ / નજીકના સાથીઓ છે. હું કહેવા માંગુ છું કે હું આને વ્યક્તિગત રૂપે જાણતો નથી. બેમાંથી કોઈપણ વ્યક્તિ સહાયક અથવા નજીકથી જાણતા નથી હું કે ધર્મા પ્રોડક્શન્સ, તેઓ જે પણ કરે છે તેના અંગત જીવન માટે જવાબદાર હોઈ શકતા નથી. કરણ જોહરે વધુમાં કહ્યું કે, ‘હું આગળ કહેવા માંગુ છું કે અનુભવ ચોપરા ધર્મા પ્રોડક્શન્સના કર્મચારી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here