કમાલ આર ખાન દ્વારા એક વધુ વિવાદિત ટિ્‌વટ, કહ્યું-

0
21
Share
Share

‘મારા જીવને જોખમ છે’, કઈ થાય તો સલમાન, અક્ષય અને કરણ જોહર જવાબદાર રહેશે

મુંબઈ,તા.૧૫

ફિલ્મ દેશદ્રોહથી બોલિવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરનાર કમાલ આર ખાન ઉર્ફ કેઆરકે દ્વારા એક વધુ વિવાદિત ટિ્‌વટ કરવામાં આવ્યું છે. આ વિવાદિત ટિ્‌વટ સાથે જ તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ટિ્‌વટર પર કેઆરકેના અનેક ફોલોવર્સ છે. અને તે સોશિયલ મીડિયા પર હંમેશો ખુબ જ એક્ટિવ રહે છે. કેઆરકેએ એક ટિ્‌વટ કરીને નવો હંગામો કર્યો છે. કેઆરકેના લેટેસ્ટ ટિ્‌વટ હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. અને તેમણે આ ટિ્‌વટ સાથે પોતાના જીવ પર જોખમ હોવાની વાત ઉચ્ચારી છે.

કેઆરકેએ પોતાના ટ્‌વટિર એકાઉન્ટથી એક ટિ્‌વટ કરીને કહ્યું છે કે તે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર, સુપર સ્ટાર સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા તેમની સાથે કંઇ પણ થયું તો તે માટે જવાબદાર માનવા. તેણે કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે કાલે ઉઠી કંઇ પણ થયું તો તે માટે કરણ જોહર, સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા જવાબદાર રહેશે.

આ લોકોએ મારો ખાતમો કરવાનો પ્લાન બનાવી લીધો છે. એટલું જ નહીં કેઆરકેએ આ ટિ્‌વટમાં પીએમ મોદી, અમિત શાહ અને કેટલાક ન્યૂઝ ચેનલને પણ ટેગ કર્યા છે. આ સિવાય કેઆરકેએ આ ટિ્‌વટર પર નેટિજન્સની મિક્સ અસર જોવા મળી રહી છે. તે તમામ વિવાદો જ્યાં હજી શાંત નથી થયા કે કેઆરકેની આ પ્રકારની ટિ્‌વટ આવી છે. જેણે લોકોને ચોંકાવી દીધા છે. જો કે તે વાત પણ છે કે કેઆરકે આ પહેલા પણ આવી અનેક વિવાદિત ટવિટ કરતા આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here