કફવાળી સુકી ઉધરસનો આયુર્વેદિક ઉપચાર

0
23
Share
Share

ઉધરસ-ખાંસી આમ તો સાવ સામાન્ય રોગ ગણાય છે. પરંતુ તેની પાછળનો ભય ઘણો મોટો રહે છે. સ્વતંત્ર રોગરુપે ઉધરસ વાયુની, પિત્તની અને કફની હોય છે. ઉપરાંત ક્ષયની ( ક્ષયજ કાસ ) પણ હોય છે તે અસાધ્ય મનાયેલી છે. આ ઉધરસ વર્ષો સુધી ચાલે છે અને કોઈ પણ ઉપાયે કાબૂમાં આવતી નથી. બાળકોને થતી મોટી ઉધરસ પણ મહિનાઓ સુધી ચાલે છે અને દદર્ીને હેરાન – પરેશાન કરી નાખે છે. જયારે ઉધરસ લક્ષણરુપે હોય ત્યારે મૂળ રોગનું નિદાન કરી ચિકિત્સા કરવામાં ચીવટ રાખવી જરુરી છે. દા.ત. ક્ષયરોગના કે શ્વાસના લક્ષણરુપે થયેલી ઉધરસ તે રોગ મટે નહીં ત્યાં સુધી મટતી નથી. ઉધરસ સીધી પણ શરુ થાય છે, અને તેનાં કારણોમાં ખૂબ ઠંડી, ઠંડું પાણી; ઠંડો, વાસી ખોરાકનું સેવન હોય છે. મોટે ભાગે તો શરદી થયા બાદ શરદીના બીજા

સોપાનરુપે કે શરદી દબાવવાના પરિણામરુપે ઉધરસ પેદા થાય છે. ધૂમાડા, ધૂળ કેટલાકને એકાએક થતી જોવામાં આવે છે. ઉપલક દૃષ્ટિએ સરખી લાગતી ઉધરસના આયુર્વેદીય દૃષ્ટિએ તદ્દન ઊલટા ઉપચાર હોય છે અને એને કારણે એક વ્યક્તિને લાગુ પડે તે દવા બીજીને લાગુ ન પણ પડે. ઉદાહરણરુપે તેલના વધુ સેવનથી કફની પિત્તની ઉધરસ થઈ શકે છે, જયારે વાયુની ઉધરસ થઈ હોય તો તલના તેલના સેવનથી મટી જાય છે ! ચણાના વધુ સેવનથી વાયુની ઉધરસ પેદા થાય છે, જ્યારે એ જ ચણા ( દાળિયા ) ના સેવનમાત્રથી કફની નાગ દી ઉધરસ મટી જાય છે !

*ઘરગથ્થુ ઉપચાર*

પ્રકાર અનુસાર ઉધરસના ઉપાય ભિન્ન ભિન્ન છે. છતાં ભોરીંગણી નામની વનસ્પતિ કે જેને આયુર્વેદમાં ‘‘ કંટકારી ‘‘ કહે છે તે સર્વોત્તમ છે.  *‘‘કાસરોગે ન તું કંટકારી -* ઉધરસમાં ભોરીંગણી જેવું એકેય ઔષધ નથી ‘‘ એ સૂત્ર અનુસાર ભોરીંગણીનો ઉકાળો કંટકારી કંટકારી અવલેહનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. ભોરીંગણીના જે ગુણ છે તે રીંગણના ગુણ હોવાથી ઉધરસમાં રીંગણાંનું શાક અથવા રીંગણાનો ઓળો ( ભડથું ) વધુ હિતાવહ છે.

હળદર નાખેલું કે અજમો નાખેલું દૂધ વાયુની સૂકી – લૂખી ઉધરસમાં હિતકારી છે. રાતભર ખાલી ઉધરસ સતત આવ્યા જ કરતી હોય અને ગળામાં,છાતીમાં કે માથામાં દુખાવો થતો હોય તો મરીનું ચૂણઁ, સિંધવનું ચૂણઁ તલનું તેલ મેળવીને દિવસમાં ત્રણ – ચાર વાર ચટાડવું. સૂંઠિયું પણ પરિણામદાયી બને છે. પિત્તની ઉધરસમાં ગળું બળતું હોય ત્યારે જેઠીમધની ગોળી, ખારેકનો ટુકડો, કાળી દ્રાક્ષ કે સાકરનો ટુકડો ચગળતા રહેવાથી સારી રાહત થાય છે. જયારે પુષ્કળ કફ પડતો હોય અને મોંમાં

ચીકાશ રહેતી હોય તેવી શરદીવાળી ઉધરસમાં કેવળ નું ઊનું ઊનું પાણી પીને ઉપવાસ – લાંધણ કરવાથી, સૂકો શેક કરવાથી અને મરીનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

*ઉતમ ઔષધ  –  સિતોલપલાદિ ચૂણઁ*

ઉધરસની વાત કરીએ ત્યારે ઘેર ઘેર જાણીતું બનેલું સિતોપલાદિ ચુણઁ કેમ ભુલાય ? આયુર્વેદનું આ જાણીતું  ચુણઁ બધાજ પ્રકારની ઉધરસ માં અસરકારક છે. પરંતુ દુઃખની વાત એ છે કે મોટા ભાગે આ ચૂર્ણ સાચું મળતું નથી. સાકર, વંશલોચન,  લીંડીપીપર, એલચી અને તજ ઉત્તરોત્તર અડધા ભાગે મેળવીને તૈયાર થતું આ ચૂર્ણ ખરેખર ખાંસી, ક્ષય, જીર્ણજવર, અશક્તિ, મગજની નબળાઈ, દૂબળાપણું વગેરે માટે અદ્વિતીય છે. પરંતુ વાંસની ગાંઠોમાંથી કાઢવામાં આવતું વંશલોચન ઓછું મળવાથી, ન મળવાથી કે ખૂબ મોંધું મળવાથી  બનાવટી અને સોંઘુ વાંસકપૂર નાખવાથી અને બાકીનાં દ્રવ્યો હલકાં નાખવાથી સિતોપલાદિ  સિતોપલાદિ મોટા ભાગે  ઉધરસમાં ખરેખર અમૃતતુલ્ય છે.

ઉપરાંત ખદિરાદિ વટી, લવંગાદિ વટી, દ્રાક્ષાદિ વટી વગેરેમાંથી કોઈ એક સતત ચૂસતા રહેવાથી દરેક જાતની ઉધરસમાં ફાયદો થવાની શક્યતા છે.

શરદીને દબાવવાથી ઉધરસ થાય છે અને ઉધરસને દબાવવાથી ક્ષય ( ટી.બી. ) થાય છે તે આયુર્વેદનું અનુભવ સૂત્ર યાદ રાખો.

સૌજન્ય રાજ પરમાર  આયુર્વેદિક જીવનશૈલી-મોરબી  મો.૯૭૨૨૬ ૬૬૪૪૨થ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here