કપિલ શર્મા પિતા બન્યો, પત્ની ગિન્નીએ દીકરાને આપ્યો જન્મ

0
23
Share
Share

કપિલ શર્માએ આ ગુડ ન્યૂઝ સોમવારે વહેલી સવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના ફેન્સને આપ્યા છે

મુંબઈ,તા.૧

કોમેડી કિંગ કપિલ શર્મા બીજીવાર પિતા બન્યો છે. આ ગુડ ન્યૂઝ તેણે સોમવારે વહેલી સવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સને આપ્યા છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે દીકરાને જન્મ આપ્યો છે. કોમેડિયનમાંથી એક્ટર બનેલા કપિલ શર્માએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, નમસ્કાર અમારે ત્યાં આજે વહેલી સવારે દીકરાનો જન્મ થયો છે, ભગવાનની કૃપાથી મા અને દીકરો બંને સ્વસ્થ છે. પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થના માટે આપ તમામનો આભાર લવ યુ ઓલ. ઉલ્લેખનીય છે કે, કપિલ અને ગિન્નીનું આ બીજું સંતાન છે. આ પહેલા તેઓ દીકરી અનાયરાના માતા-પિતા છે. જે ૨૦૨૦ની ૧૦મી ડિસેમ્બરે એક વર્ષની થઈ. કપિલ અને ગિન્નીના લગ્ન ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૮માં થયા હતા.

ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે, તે વાતની ચર્તા કરવા ચોથ દરમિયાનથી થતી હતી. કપલે આ વાતને કન્ફર્મ કરી નહોતી પરંતુ તેના ફેન્સ અટકળો લગાવી રહ્યા હતા. કરવા ચોથ પર ભારતી સિંહે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ગિન્નીનો બેબી બમ્પ જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા કપિલ શર્માએ ટિ્‌વટર પર તેના ફેન્સ અને ફોલોઅર્સ સાથે ઊ શ્ છ સેશન યોજ્યું હતું. આ ચેટ સેશન દરમિયાન, એક ફેને શો ઓફ-એર થઈ રહ્યો હોવા અંગે પૂછ્યું હતું અને કપિલે તેની પુષ્ટિ કરી હતી. આ સાથે તેણે આમ કરવા પાછળનો ખુલાસો પણ કર્યો હતો. કપિલે કહ્યું હતું કે, તેની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે અને તે તેની સાથે સમય પસાર કરવા માગે છે.

કપિલ શર્માના વર્કફ્રંટની વાત કરીએ તો, તેનો ધ કપિલ શર્મા શો આ મહિનાના બીજા અઠવાડિયામાં ઓફ-એર થવાનો છે. આ શો ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં શરુ થયો હતો અને બે વર્ષ સુધી સફળતાપૂર્વક ચાલ્યો.થોડા દિવસ પહેલા સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, હાલમાં, મહામારીના કારણે શોમાં કોઈ લાઈવ ઓડિયન્સ નથી. ફિલ્મો પણ રિલીઝ નથી થઈ રહી. તેથી બોલિવુડ એક્ટર્સ પણ કોઈ પણ ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવી રહ્યા નથી. તેથી, મેકર્સને લાગે છે કે અત્યારે બ્રેક લેવો તે ઉચિત રહેશે અને જ્યારે સ્થિતિ થોડી સામાન્ય થશે એટલે ફરીથી તેઓ પાછા આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here