કપિલ શર્મા એરપોર્ટ પર વ્હીલચેરમાં જોવા મળ્યો

0
13
Share
Share

કપિલ શર્માને આખરે એવું તો શું થયું કે વ્હીલચેરનો આશરો લેવો પડ્યો તે હજુ સુધી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી

મુંબઈ,તા.૨૩

ધ કપિલ શર્મા શોનો હોસ્ટ અને એક્ટર કપિલ શર્મા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હવે વ્હીલચેર પર બેઠેલા કપિલની લેટેસ્ટ તસવીરો ફેન્સને પરેશાન કરી રહી છે. સોમવારે (૨૨ ફેબ્રુઆરી) કોમેડી કિંગ કપિલ વ્હીલચેર પર બેસીને બહાર નીકળતો જોવા મળ્યો. તેના સ્ટાફની મદદથી વ્હીલચેર પર બેસીને તે બહાર નીકળી રહ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. જે તસવીરો વાયરલ થઈ છે તેમાં કપિલ બ્લેક પેન્ટ અને બ્લેક ટી-શર્ચમાં જોવા મળ્યો. આખરે તેની સાથે એવું તો શું થયું કે વ્હીલચેરનો આશરો લેવો પડ્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, ફેન્સને કપિલને આ સ્થિતિમાં જોઈને ચિંતા થઈ આવી છે. કપિલ શર્માને વ્હીલચેર પર જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ફેને ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ’કપિલજી શું થયું, છેલ્લા બે રવિવારથી તમે નથી દેખાઈ રહ્યા. પરિવાર અથવા પર્સનલ લાઈફમાં કંઈક ખરાબ ચાલી રહ્યું છે. સોનૂ સુદ પાસેથી તમે મદદ લો તેવી મારી સલાહ છે. તો કપિલના અન્ય ફેનપેજે કહ્યું કે, ’તમને શું થયું કપિલ? તમારા વ્હીલચેરવાળા ફોટો જોયા. તમે ઠીક છો ને? તમારું પોતાનું ધ્યાન રાખો તેવી વિનંતી છે. અમારા માટે તમે કિંમતી છો. તમે અમારી જાન છો. પ્લીઝ તમારી હેલ્થ વિશે કંઈક અપડેટ આપો. આ મહિનાની શરુઆતમાં જ કપિલ શર્મા ફરીથી પિતા બન્યો છે. જેની જાણકારી તેણે ટિ્‌વટર પર ફેન્સને આપી હતી. ગિન્ની ચતરથે પહેલી ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો. કપિલ અને ગિન્ની પહેલાથી જ એક વર્ષની દીકરી અનાયરાના માતા-પિતા છે. ગુડ ન્યૂઝ શેર કરતાં કપિલે લખ્યું હતું કે, ’નમસ્કાર ?? અમારે ત્યાં આજે વહેલી સવારે દીકરાનો જન્મ થયો છે, ભગવાનની કૃપાથી મા અને દીકરો બંને સ્વસ્થ છે. પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થના માટે આપ તમામનો આભાર લવ યુ ઓલ ગિન્ની અને કપિલ. કપિલ શર્માનો શો હાલમાં જ ઓફ-એર થયો છે અને તે પેટરનિટી લીવ પર છે. અત્યારે તે પરિવાર તેમજ બંને બાળકો સાથે પૂરતો સમય પસાર કરી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here