કપિલ શર્માની દીકરી સાથે પહેલી દિવાળીની ઉજવણી

0
29
Share
Share

દિવાળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડીયા ઉપર છવાઈ છે ત્યારે કપિલની તસવીર પણ દિલ જીતી લે તેવી છે

મુંબઈ,તા.૧૫

દિવાળીના તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં ધૂમધામથી થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સેલેબ્સની દિવાળી સેલિબ્રેશનની તસવીરો પણ છવાઈ છે. કપિલ શર્માની દીકરી અનાયરાની આ પહેલી દિવાળી હતી. તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર તસવીર શૅર કરી હતી. જેણે ફેન્સનું દિલ જીતી લીધું છે. કોરોનાએ દિવાળીનું જોશ ઓસરવા દીધું નથી. લોકોએ ભલે મોટી મોટી પાર્ટી ન રાખી હોય પરંતુ ફેમિલી સાથે તો તહેવારની ધામધૂમથી ઉજવણી કરી છે. કપિલ શર્માએ માતા, પત્ની અને દીકરી અનાયરા સાથે સુંદર તસવીરો શૅર કરી હતી. કપિલની ફેમિલી કાળા આઉટફીટમાં જોવા મળે છે. તસવીરો સાથે કપિલે કેપ્શન પણ આપ્યું છે. જેમાં લખ્યું છે કે ,’મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ. કપિલ શર્માની દીકરી અનાયરાનો જન્મ ડિસેમ્બર ૨૦૧૯માં થયો હતો. કપિલ પોતાના ચેટ શોમાં તેની વાતો શૅર કરતો રહે છે. તેણે જણાવ્યું હતું કે, દીકરીના કારણે જ લોકડાઉનમાં તેને કંટાળો આવ્યો નહોતો. બાકી તો મુશ્કેલી થઈ જાત. કપિલે એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો કે તેના ઘરે દરેક હિંદી, અંગ્રેજી અને પંજાબી બોલે છે. જોકે, તેની દીકરી બંગાળી ભાષા પર વધુ રિએક્શન આપે છે. જેનું કારણ જણાવતા તેણે કહ્યું હતું કે, અનાયરાની આયા બંગાળી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here