કપિલના શોને લઈને મુકેશ ખન્નાના નિવેદન પર નીતીશ ભારદ્વાજે કહ્યું

0
24
Share
Share

મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણની વચ્ચે જે ચાલી રહ્યું છે તેનાથી શોના મહાન કલાકાર નાખુશ

ન્યુ દિલ્હી,તા.૧૦

આજકાલ બોલિવૂડની સાથે સાથે હવે ટીવી સિરિયલને લઈને પણ લોકો નિશાન સાધી રહ્યા છે. ત્યારે ખુબ જ લોકપ્રિય શો ધ કપિલ શર્મા શોમાં જ્યારે મહાભારતની સ્ટાર કાસ્ટ આવી હતી. તો તે સમયે મુકેશ ખન્ના હાજર ન હતો. મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા ઉપર આ શોમાં ન જવાનું કારણ બતાવ્યું હતું અને તથા તેણે આ શોને વલ્ગર બતાવવામાં આવ્યો હતો. તપ્રશ્ચાત, ગજેન્દ્ર ચૌહાણે મુકેશ ખન્નાને જવાબ આપ્યો છે. બંને અભિનેતા વચ્ચે વાક યુદ્ધ જોવા મળ્યું હતું. ત્યારે હવે અભિનેતા નીતીશ ભારદ્વાજે આ સમગ્ર મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ, નીતીશે કહ્યું કે મુકેશ ખન્ના અને ગજેન્દ્ર ચૌહાણની વચ્ચે જે ચાલી રહ્યું છે તેનાથી શોના મહાન કલાકાર નાખુશ છે.

દરેક વ્યક્તિને પોતાના વિચાર મુકવાનો અધિકાર છે. કપિલ શર્મા તથા તેમની ટીમે મુકેશ ખન્નાના વિચાર ઉપર રિએક્ટ કરવું જોઈતું હતું. કપિલની તરફથી ગજેન્દ્ર ચૌહાણ કેમ બોલી રહ્યો છે ? આ મુકેશ ખન્નાની પસંદ છે કે તેને આ શોનો ભાગ બનવુ કે ન બનવું. સાથે સાથે નીતીશે કહ્યું હતું કે, મુકેશ ખન્નાએ ખુબ જ સરસ રીતે ભીષ્મ પિતામહનું પાત્ર ભજવ્યું છે. કોઈનું પ્રદર્શન અને કારકિર્દી ઉપર કોમેન્ટ કરવી યોગ્ય નથી. મુકેશ ખન્નાના જ્ઞાન તથા પ્રદર્શન ઉપર ટિકા કરીને ગજેન્દ્ર ચૌહાણે પોતાની હતાશાને વ્યક્ત કરી છે. મહાભારતના અભિનેતા ક્યારેય પણ કોઈપણ વિવાદમાં ફસાયા નથી. અને આપણે આ આગળ પણ જાળવી રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે ધ કપિલ શર્મા શોમાં હાલમાં જ મહાભારતની કાસ્ટને બોલાવી હતી.

તો તેમાં મુકેશ ખન્ના જોવા ન મળ્યા. જેના પર મુકેશ ખન્નાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મેં આ શોના આમંત્રણ નકાર્યું છે. મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, એ પ્રશ્ન વાયરલ થઈ ચૂક્યો છે કે મહાભારત શોમાં ભીષ્મ પિતામહ કેમ નહીં ? કોઈ કહે છે કે તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. કોઈ કહે છે કે તેમે પોતે શોમાં આવવાની મનાઈ કરી છે. એ સત્ય છે કે મહાભારત ભીષ્મ વગર અધૂરી છે. એ પણ સત્ય છે કે આમંત્રણ ન આપવાનો સવાલ જ નથી થતો. ત્યારે આ મુદ્દો ખુબ ચર્ચામાં આવી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here