કપાસમાં ગુલાબી ઈયળ તથા મકાઈમાં ફોલ આર્મી વોર્મનાં નિયંત્રણ વિષે ઈનપુટ ડીલરો માટેનો વેબીનાર યોજાયો

0
23
Share
Share

કોડીનાર,તા.૧૦

વેબીનાર નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વેબીનાર માં . ડી.બી.ગજેરા, સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), જુનાગઢ જોડાયા હતા.

તેમણે ખાસ કરીને એગ્રો ઈનપુટ ડીલરોને ન માત્ર ધંધાકીય રીતે પરંતુ ખેડૂતોને કલ્યાણ માટે પણ સાચું માર્ગદર્શન આપવા માટેની ઈચ્છા દર્શાવી હતી.

ડી. એમ.ગઢીયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથ હાલની ગીર સોમનાથ જીલ્લામાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતિ તથા અન્ય મુશ્કેલી ચર્ચા કરી હતી. ૬ જીતેન્દ્ર સિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવી કે હાલમાં સાણંદમાં મંજૂર થયેલા કૃષિ બીલની ઝાંખી રજૂ કરી હતી.  મનીષભાઈ ગુપ્તા, એરિયા મેનેજર, મોન્સેન્ટો પણ આ તકે ઉદબોધન કર્યું હતુ.  આર.ટી.રાઠોડ, વિષય નિષ્ણાંત, (પાક સંરક્ષણ) કેવીકે ગુલાબી ઇયળ તેમજ ફોલ આમવોર્મના સંકલિત નિયંત્રણ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કોડીનારમાં કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકાના ૭૦ થી વધુ એગ્રો ઇનપુટ ડીલરો જાડાયા હતા અને પોતાના પ્રશ્નનું નિરાકરણ મેળવ્યુ હતુ.

વેબીનાર નું સફળ સંચાલન  પૂજાબેન નકુમ, વિષય નિષ્ણાંત, (વિસ્તરણ) કેવીકે કર્યું હતુ. જયારે કાર્યક્રમના અંતે  વિનય પરમાર, મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથએ ઉપસ્થિતિ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here