કપાસના પાકમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ખેડૂતો જોગ સુચના

0
24
Share
Share

રાજકોટ તા. ૨૧

રાજકોટ જિલ્લામાં ચાલુ ખરીફ સીઝનમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અમુક ખાસ નિયંત્રણો ઘ્યાને લેવા ખેડૂતોને અનુરોધ કરાયો છે.

આ બાબતે ખેતિવાડી તંત્રનું કહેવું છે કે જિનિંગ ફેકટરીના મુખ્ય દરવાજા ઉપર આ જીવાતને કાબુ લેવા માટેનું જરૂરી માહિતી ધરાવતું બોર્ડ મૂકવું. આગલા વર્ષના કપાસનું જિનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ. જીનમાં પ્રોસેસિંગની કામગીરી પૂરી થયા બાદ બાકી વધેલા કચરાનો સેન્દ્રીય ખાતર બનાવવામાં ઉપયોગ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઇયળો નાશ પામે છે .

જીનીંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના નર ફુદાને સમૂહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા. જીનિંગ ફેકટરીમાં તથા તેની આસપાસ સુધી નીકળતા કપાસના છોડનો નિયમિત નિકાલ કરતા રહેવું. આ અંગેની વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧ ૮ ૦ ૦ ૧ ૮ ૦ ૧૫ ૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, રાજકોટ દ્વારા ખેડૂતોને અનુરોધ કરાયો છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here